Connect Gujarat
ગુજરાત

જામનગર: અનોખો વિરોધ, કોંગ્રેસે કાઢી ભાજપ સરકારની ઠાઠડી

જામનગર: અનોખો વિરોધ, કોંગ્રેસે કાઢી ભાજપ સરકારની ઠાઠડી
X

યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા કરાયા વિરોધ પ્રદર્શન

બિનસચિવલયની પરીક્ષામાં થયેલ ગેરરીતિ અને કૌભાંડના વિરોધમાં જામનગર યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામા આવ્યો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને ભાજપ સરકારની ઠાઠડી કાઢીને વિરોધ નોંધાવ્યો હતો.

જામનગરના અનુપમ ટોકીઝ પાસે જામનગર યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ થયાના બનાવના વિરોધમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને ભાજપ સરકારની ઠાઠડી કાઢીને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અનુપમ ટોકીઝથી બેડી ગેટ સુધી ગૌણ સેવા પસંદગી મંડળ અને ભાજપ સરકારની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં જે પ્રકારે ચોરી થઇ છે તેનો કોંગ્રેસે વિરોધ કર્યો હતો.અને ગેરરીતિ ન થાય તેમજ એક હોંશિયાર વિદ્યાર્થીઓને તેમના ભાવિ સાથે ચેડાં ન થાય તેના વિરોધમાં મોટી સંખ્યામાં યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ નનામી યાત્રામાં જોડાયા હતા.અંતિમ યાત્રામાં યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો.

Next Story
Share it