Connect Gujarat
ગુજરાત

જામનગરઃ કલેક્ટર સાથે યોજાયેલી મીટીંગમાં કોંગ્રેસના ધારાસભ્યોનું હલ્લાબોલ

જામનગરઃ કલેક્ટર સાથે યોજાયેલી મીટીંગમાં કોંગ્રેસના ધારાસભ્યોનું હલ્લાબોલ
X

દરિયાઈ વિસ્તારોમાં માછીમારો માટે બની રહેલા કાયદા સંદર્ભે તેને સમજવા માટે માંગ્યો 25 દિવસનો સમય

જામનગરમાં જિલ્લા કલેકટર રવિશંકરના અધ્યક્ષસ્થાને ટાઉનહોલ ખાતે સી આર ઝેડના મુદ્દે ધારાસભ્યો અને સ્થાનિક આગેવાનો સાથે મીટીંગ યોજાયી હતી. જેમાં દરિયાકિનારાના વિસ્તારમાં નવા કાયદા અંગે સરકારના વિવિધ વિભાગો ખાનગી કંપનીઓ તેમજ વનવિભાગ સાથે ચાલી રહેલી હિયરિંગની ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયન જામનગર કોંગ્રેસના ધારાસભ્યો તેમજ કોંગ્રેસના આગેવાનોએ હલ્લા બોલ કરી અને માછીમારોને લગતા આ કાયદા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="66754,66755,66756,66757"]

કોંગ્રેસના ધારાસભ્યો તેમજ કાર્યકર્તાઓએ અચાનક જ હલ્લા બોલ કરતા મામલો થોડી મિનિટો માટે ગરમાયો હતો. તો કોંગ્રેસના ધારાસભ્યોએ માછીમારોને આ કાયદાને સમજવા માટે પચીસ દિવસનો સમય માંગતા જામનગર કલેકટર દ્વારા આજરોજ યોજાયેલી હિયરીંગ બેઠક મુલતવી રાખવામાં આવી હતી. અને ૨૫ દિવસ બાદ નવા કાયદા અંગેની બેઠક યોજવામાં આવશે કોંગ્રેસના ધારાસભ્યો ચીરાગ કાલરીયા, વલ્લભભાઈ ધારવીયા અને પ્રવીણ મુસડીયા એ જામનગરના કલેકટર તેમજ આસિસ્ટંટ કલેક્ટર ની હાજરીમાં હલ્લા બોલ કરતા રાજકારણ ગરમાયું હતું.

જામનગરનો દરિયા કિનારો વિશાળ હોઈ અહીંના દરિયાકિનારાના ગામના ખેડૂતોને નવા કાયદાની પૂરતી માહિતી મળે ત્યારબાદ જ કાયદો અમલમાં મૂકવા માંગ હતી.

Next Story