Connect Gujarat
ગુજરાત

જામનગર કોંગ્રેસ દ્વારા પર્જન્ય યજ્ઞ થકી વરૂણદેવને રિઝવવા કરાયો પ્રયાસ

જામનગર કોંગ્રેસ દ્વારા પર્જન્ય યજ્ઞ થકી વરૂણદેવને રિઝવવા કરાયો પ્રયાસ
X

જામનગરમાં ગત વર્ષે પણ જરૂરિયાત કરતાં ઘણો ઓછો વરસાદ પડ્યો હતો જ્યારે હાલ ચાલુ વર્ષે પણ વરસાદ ઘણો મોડો હોય જામનગર કોંગ્રેસ દ્વારા આજે પર્જન્ય યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસ ના તમામ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

જામનગર માં ગત વર્ષે વરસાદ ઓછો પડ્યો હોય અને ચાલુ વર્ષે પણ મોડો હોય જેના લીધે ખેડૂત પશુધન લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે તેમ છે.વરસાદ ના હોવાને લીધે જામનગરના ઉંદ, રણજીતસાગર, સાસોઈ જેવા અનેક નાના-મોટા ડેમો તળિયા ઝાટક છે અને આ ડેમો વરસાદના પાણી થી ભરાઈ જાય તે માટે કોંગ્રેસ દ્વારા વરૂણદેવને રીઝવવા માટે શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરના લાલબંગલા સર્કલ ખાતે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ, વિરોધપક્ષના નેતા કોર્પોરેટરો સહિત કાર્યકર્તાઓ દ્વારા શહેરમાં પૂરતો વરસાદ આવે તે માટે વરૂણદેવને રીઝવવા માટે હવનમાં ઉપસ્થિત રહી આહુતી આપી હતી. તેમજ આ કાર્યક્રમમાં કોંગ્રેસની તમામ પાંખોના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

Next Story