Connect Gujarat
ગુજરાત

જામનગર : LRD ભરતી કૌભાંડ મામલે કોંગ્રેસ ઓબીસી સેલ દ્વારા જિલ્લા કલેક્ટરને પાઠવાયું આવેદન

જામનગર : LRD ભરતી કૌભાંડ મામલે કોંગ્રેસ ઓબીસી સેલ દ્વારા જિલ્લા કલેક્ટરને પાઠવાયું આવેદન
X

જામનગર શહેરમાં લોક રક્ષક દળની ભરતીમાં

સરકારની અનામત જોગવાઈ હેઠળના પરિપત્રને રદ કરવાની માંગ સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિ

દ્વારા કલેકટરને આવેદન પત્ર પાઠવાયું હતું.

છેલ્લા ઘણા સમયથી ગાંધીનગર ખાતે આવેલ સત્યાગ્રહ છાવણીના લોક રક્ષક દળની ભરતીમાં સરકારની અનામત જોગવાઈ હેઠળ તા. ૧/૮/૨0૧૮ના પરિપત્રનો વિરોધ કરવા માટે સમગ્ર ગુજરાતના એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી.ની મહિલા ઉમેદવારો સરકારના નવા પરિપત્રથી અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે ઉપવાસ અને ધરણા સહિતના વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

નામદાર સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ, જે તે કર્મચારી ઓપન કેટેગરીમાં મેરીટ સાથે આવતા હોય તેઓને મેરીટમાં પ્રથમ સ્થાન આપવામાં આવે છે. ત્યાર બાદ એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી.ને લાભ આપવો જોઈએ તેવી સ્પષ્ટ સૂચના છે. તેમ છતાં અત્યારની લોક રક્ષક દળની ભરતીમાં એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે, આરક્ષણ કેટેગરીમાં આવતી મહિલાઓની ઓપન કેટેગરીમાં આવતી મહિલાઓના માર્ક્સ ઓછા હોવા છતા પણ ભરતીની પસંદગી યાદીમાં સમાવેશ થયેલ છે. જે બાબત સંવિધાનની દ્રષ્ટિએ યોગ્ય નથી, જેમાં દેશની બંધારણીય જોગવાઈનું ભંગ થવાના આક્ષેપ સાથે LRDનો પરિપત્ર રદ કરી એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી.ની મહિલાઓને ન્યાય મળે તેવી કાર્યવાહી કરવા માટે જામનગર જિલ્લા શહેર કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેંટ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

Next Story