જામનગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલયની મુલાકાતે આવેલ પ્રભારી સમક્ષ આજે અસંતુષ્ટ કાર્યકરોએ આક્રોશ ઠાલવતા ગરમાવો ફેલાઇ ગયો હતો.

જામનગર જિલ્લા કોંગ્રેસના પ્રભારી જશવંતસિંહ ભટ્ટી આજે જામનગરની મુલાકાતે આવ્યા હતાં. તેઓએ જિલ્લા કોંગ્રેસના સંગઠ્ઠનના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. જેમાં ધારાસભ્ય ચીરાગ કાલરીયા અને અન્ય નેતાની હાજરી માં કાર્યકરોએ તેમનો આક્રોસ વ્યક્ત કરતા મીટિંગમાં ચકચાર મચી જવા પામી હતી.

આ બેઠક દરમિયાન જિલ્લામાંથી આવેલા કેટલાક કોંગ્રેસી કાર્યકરોએ જિલ્લા પ્રમુખ જે.ટી.પટેલની કાર્યપધ્ધતિ સામે આક્રોશભેર રજુઆત કરતા કાર્યાલયમાં ગરમાવો ફેલાઇ ગયો હતો. મિટીંગમાં અસંતુષ્ટોએ આક્ષેપ કર્યો હતો કે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા ચોકકસ તાલુકાના પ્રમુખ બદલાવી નવી નિમણુંક આપી હતી. તેમણે સ્થાનિક આગેવાનોની વિશ્વાસમાં લીધા વગર આ કામગીરી કર્યાનો આક્ષેપ કરાયો હતો. આ મામલો જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી સર્કિટ હાઉસ ખસેડાયો હતો. આ વિવાદ સંદર્ભે કોંગ્રેસ શાસિત જામનગર જિલ્લા પંચાયતમાં પણ ચકચાર ફેલાઇ હતી.

Love ni love stories movie

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here