Connect Gujarat
ગુજરાત

જામનગરમાં ઝડપાયું નકલી ઘી ના કારોબારનું કૌભાંડ, બે ઝડપાયા

જામનગરમાં ઝડપાયું નકલી ઘી ના કારોબારનું કૌભાંડ, બે ઝડપાયા
X

તહેવારોમાં લોકોની માંગને પહોંચી વળવા નકલી ઘી બનાવવામાં આવતું હતું

જામનગર એસ.ઓ.જી પોલીસ તેમજ આરોગ્ય તંત્રએ સંયુક્ત રીતે દરોડા પાડી શહેરનાં પાંચ હાટડી વિસ્તારમાંથી એક નકલી ઘી નાં કારોબારનો પર્દાફાશ કર્યો છે. રહેણાંક મકાનમાં ચાલી રહેલા આ નકલી ઘી નાં કૌભાંડનોમાં બે શખ્સોની અટકાયત કરવામાં આવી છે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="68500,68501,68502,68503,68504,68505"]

નવરાત્રી અને દશેરા જેવા તહેવારો નજીક આવી રહ્યા હોય લોકોની માંગને પહોંચી વળવા કેટલાંક વેપારીઓ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. જે પૈકી નકલી ઘીનો કારોબાર કરતા શખ્સોને ખુલ્લા પાડ્યયા છે. જામનગરનાં પાંચ હાટડી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે નકલી ઘી નું કારખાનુ ચલાવતા બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે.

જામનગરના સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ કૌભાંડીઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આવતીકાલથી શરૂ થતા નવરાત્રિના તહેવાર પૂર્વે જામનગરના પાંચ હાટડી વિસ્તારમાંથી 528 કિલો નકલી ઘી સાથે નકલી ઘી બનાવવાના સાધનો પણ મળી આવતા જામનગરમાં ચકચાર મચી છે.

Next Story