દેવભૂમિ દ્વારકા જિલ્લામે અછતગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને પાક વીમો આપવાની માંગ કરી

જામનગર નજીકના યાત્રાધામ દેવભૂમિ દ્વારકા જિલ્લો જે દરિયા કિનારાનો વિસ્તાર છે. ત્યારે જીલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો રેલી યોજી જીલ્લા સેવા સદન પહોંચ્યા હતા. ઉગ્ર રજુઆત સાથે ખેડૂતોએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. અને જિલ્લા કલેકટરને દંડવત થઈ આવેદન પત્ર પાઠવી નવતર વિરોધ કર્યો હતો.

જામનગરનાં દરિયા કાંઠાના ખેડૂતો સાથે સરકાર વ્હાલા દવલાની નીતિ છોડી દેવભૂમિ દ્વારકા જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરે. તેમજ 100 ટકા પાક વિમો મંજુર કરે તેવી માંગ સાથે અનોખી રીતે વિરોદ્ધ જતાવી દંડવત થી ખેડૂતોને  દંડા તરફ જવાની ફરજ ન પાડવા વહેલી તકે ખેડૂતો તરફ ધ્યાન કેન્દ્રિત કરવા કર્યું આહવાન કર્યું હતું. સરકાર સામે ચીમકી ઉચ્ચારી હતી કે જો જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન સ્વરૂપે આગળ આવી ખેડૂતો એક થઈને વિરોધ પ્રદર્શન કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here