Connect Gujarat
ગુજરાત

સરકાર દ્વારા ડેમનું બાંધકામ પૂર્ણ ના કરતા જામનગરના ૧૦૦૦ ખેડૂતોએ ડેમ ઉપર કર્યો સુત્રોચ્ચાર

સરકાર દ્વારા ડેમનું બાંધકામ પૂર્ણ ના કરતા જામનગરના ૧૦૦૦ ખેડૂતોએ ડેમ ઉપર કર્યો સુત્રોચ્ચાર
X

જામનગર જીલ્લાના વાણિયા વાગડીયા ગામે રાજ્ય સરકારના જળ સંચય વિભાગ દ્વારા પાંચ વર્ષ પૂર્વે ડેમ બનાવવા નો પ્રારંભ કરવા માં આવયો હતો. પછી ડેમ એકાએક ડેમ બનાવવાનું કામ બંધ કરી દેવામાં આવ્યું હતું. આજે આ અર્ધ બનેલા ડેમ પાસે મોટી સંખ્યામાં આજુબાજુના ૨૦ ગામના સરપંચ અને ૧૦૦૦ જેટલા ખેડૂતો ઉમટી પડ્યા હતા. જ્યાં તેમણે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="77263,77264,77265,77266"]

વાગડીયા ગામ અને આજુબાજુ ના ગ્રામજનોએ જણાવ્યું હતું કે જો જળ સંચય વિભાગ દ્વારા આ ડેમ નું કામ ૧૦૦% પૂર્ણ કરી લેવા માં આવ્યું હોત તો, આજે ૨૦ ગામના લોકોને અછત નો સામનો કરવો પડે છે. તે કરવો ના પડત અને ડેમમાં પાણી ભરાયેલું હોત, હવે પણ સમય છે જો સરકાર દ્વારા ચોમાસા પેહલા ડેમનું કામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવે તો આગામી ચોમાસાનું વરસાદી પાણીનો ડેમમાં સંગ્રહ થઈ શકે અને ગ્રામજનોને દુષ્કાળનો સામનો ના કરવો પડે.

Next Story