દિવ્યાંગ બહેનો માટે ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

મનુષ્ય બે રીતે દિવ્યાંગ બને છે. એક મનથી અને બીજુ શરીરથી. શરીરથી અપંગતાને કોઇપણ રીતે પહોંચી વળાય પણ મનની અપંગતાની કોઇ દવા નથી…!! અને એટલે જ લખાયું છે કે ‘અસીમ અંધેરો કો મત કૌસો… એક દીયા ઔર જલાવો…’ જામનગરના ડાર્ક ઇવેન્ટ આયોજીત ફેશન-શોમાં વિકલાંગ બહેનોએ સ્ટેજ ઉપર બગલ ઘોડી સાથે રેમ્પ વોક કરતાં હાજર લોકો પણ દંગ રહી ગયા હતાં.

ડાર્ક ઇવેન્ટના ભાવીન સોની અને હર્ષ સોની તેમજ રીતુબેન અગ્રવાલ, હાર્દિક ગણાત્રા દ્વારા એરપોર્ટ પાસે આવેલી ટી.જી.બી. હોટલમાં યોજવામાં આવેલા ફેશન શોમાં મીસ ગુજરાત, બેસ્ટ કપલ, મીસીસ ગુજરાત અને વિવિધ વસ્ત્રો જેવા કે કાગળ, પ્લાસ્ટીક, ફુલો, પથ્થર, ડીસ્પોઝેબલ ડીશ અને કંતાનના વસ્ત્રો પહેરી અનોખો માહોલ સર્જયો હતો પણ. હાજર લોકોના આશ્ર્ચર્યનો પાર ના રહ્યો. જ્યારે વિકલાંગ બહેનો મનમોહક વસ્ત્રો પહેરી ફેશન-શોના સ્ટેજ પર જોવા મળી હતી.

નગરની આશાદીપ વિકલાંગ ટ્રસ્ટની માત્ર શરીરથી વિકલાંગ પણ મનની મકકમ એવી બહેનોએ શરમ-સંકોચને નેવે મુકી અડગ મનોબળ સાથે ફેશન-શોના મંચ પર બગલ ઘોડીની મદદથી રેમ્પ વોક કરતા મેયર હસમુખ જેઠવા, કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ, નટુ ભાઈ રાઠોડ સહિત હાજર તમામ પ્રેક્ષકોએ ઉભા થઇને તાલીઓના ગળગળાટથી વિકલાંગ બહેનોની હિંમતને દાદ આપી હતી.

LEAVE A REPLY