જામનગરઃ મીઠાઈની દુકાનો ઉપર સતત બીજા દિવસે ચેકિંગની કામગરી

New Update
જામનગરઃ મીઠાઈની દુકાનો ઉપર સતત બીજા દિવસે ચેકિંગની કામગરી

દૂધ માંથી બનતી અલગ અલગ પાંચ થી વધુ મીઠાઈઓનાં નમૂના લઈને લેબમાં મોકલી આપ્યા

આગામી દિવાળીનાં તહેવારો પૂર્વે મીઠાઈ અને ફરસાણમાં વેપારીઓ દ્વારા કરવામાં આવતી ભેળસેળ અટકાવવા જામનગરમાં સતત બીજા દિવસે આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલી અંબિકા ડેરી, સદગુરુ ડેરીમાં મીઠાઈની દુકાનો પર જામનગર મહાનગર પાલિકાની આરોગ્ય શાખાનાં અધિકારીઓ દ્વારા વ્યાપક પ્રમાણમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરોડાની કાર્યવાહીથી મીઠાઈના વેપારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.

જામનગર મહાનગર પાલિકા દ્વારા જામનગર ના દિગ્વીજય પ્લોટ નં .૨૧ વિસ્તાર માં આવેલ અંબિકા ડેરી તેમજ આસપાસ ના વિસ્તાર માં આવેલી અન્ય મીઠાઈ ની દુકાનો માં દરોડા પાડવામાં આવેલા હતા દરોડા માં મીઠાઈ ની દુકાનો માંથી મેંગો સેન્ડવીચ ,જંબુ કેક ,માવા તથા દૂધ માંથી બનતી અલગ અલગ પાંચ થી વધુ ખાદ્ય પદાર્થોનાં નમૂનાઓ એકત્ર કરી તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. તેમજ દુકાનમાં સ્વચ્છતા માટે નોટીસ આપવામાં આવી હતી. પણ આરોગ્ય વિભાગ દ્વારા તહેવારોના સમય પર મીઠાઈનાં વેપારીઓ પર ઘોંસ બોલાવી દરોડાઓ પાડવામાં આવી રહ્યા છે. તેના કારણે ભેળસેળીયા વેપારીઓ માં ફફડાટ મચી જવા પામ્યો છે.

Latest Stories