Connect Gujarat
Featured

જામનગર: સૈનિક સ્કૂલ બાલાચડીમાં હવે થી મહિલાઓને પણ અપાશે પ્રવેશ

જામનગર:  સૈનિક સ્કૂલ બાલાચડીમાં હવે થી મહિલાઓને પણ અપાશે પ્રવેશ
X

સંરક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલા સશક્તિકરણમાં સરકારના પ્રયત્નોની સાથોસાથ સંરક્ષણ મંત્રાલયે સત્ર 2021-22ના સત્રથી છોકરીઓ માટે સૈનિક શાળાઓમાં પ્રવેશ આપવાનો મહત્વનો નિર્ણય લીધો છે. સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગર પણ આગામી શૈક્ષણિક સત્રથી છઠ્ઠા ધોરણમાં છોકરીઓને પ્રવેશ આપવાની તૈયારી કરી રહી છે. કુલ ખાલી જગ્યાના દસ ટકા અથવા ઓછામાં ઓછા દસ જગ્યામાં જે વધારે હશે તે છોકરીઓ માટે અનામત રહેશે.

છોકરીઓ માટે સ્કૂલે એક વિશેષ છાત્રાલય રાખેલ છે અને તેમના માટે અન્ય જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અભ્યાસની સાથે છોકરીઓને લશ્કરી તાલીમ પણ તે જ રીતે આપવામાં આવશે, જે રીતે છોકરાઓને લશ્કરી અધિકારી બનાવવા માટે આપવામાં આવે છે.આ વર્ષે પ્રથમ વખત નેશનલ ટેસ્ટીંગ એજન્સી સૈનિક સ્કૂલ માટેની પ્રવેશ પરીક્ષા યોજી રહી છે.

Next Story