Connect Gujarat
ગુજરાત

જામનગરઃ એક જ દિવસમાં 2 જનરલ બોર્ડ, માત્ર ત્રણ મિનિટમાં એજન્ડા પાસ કરાયા

જામનગરઃ એક જ દિવસમાં 2 જનરલ બોર્ડ, માત્ર ત્રણ મિનિટમાં એજન્ડા પાસ કરાયા
X

મહાનગરપાલિકાની જનરલ બોર્ડમાં વગર મંજૂરીએ બેસેલા લોકોને બહાર કાઢવા માટે મેયરે આદેશ આપતા હોબાળો

જામનગર મહાનગરપાલિકાની વિરોધ પક્ષ કોંગ્રેસે ટેક્સના મુદ્દે ઘેરાવ કરતા પાંચ હજારથી પણ વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓ મહાનગરપાલિકાના દ્વારે પહોંચી ચૂક્યા હતા. વિરોધ પક્ષનો વિરોધ જોઈ મહાનગરપાલિકાની કચેરી પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ખુદ જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

છેવટે મેયરે મહાનગરપાલિકાના કચેરીના દરવાજા પાસે આવી વિપક્ષનું આવેદન પત્ર સ્વીકારતા મામલો થાળે પડ્યો હતો.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="69581,69582,69583,69584,69585"]

આવેદન પત્ર સ્વીકાર્યા બાદ શરૂ થયેલી મહાનગરપાલિકાની જનરલ બોર્ડમાં વગર મંજૂરીએ બેસેલા લોકોને બહાર કાઢવા માટે મેયરે આદેશ આપતા ફરી એક વખત વિપક્ષ અને શાસકો આમને સામને આવી ગયા હતા. શાસક અને વિપક્ષના તું તું મેં મેં વચ્ચે વિરોધપક્ષના પક્ષના નેતા હાજર લોકોને બેસવાનો આગ્રહ રાખતા મેયરે સ્પષ્ટ શબ્દોમાં અનઅધિકૃત લોકોને બહાર ધકેલી દેવા આદેશ કર્યો હતો. જે મુદ્દે વિરોધ પક્ષ મેયરની ખુરશી સુધી ઘસી ગયો હતો. અને વિરોધપક્ષના ઉગ્ર વિરોધ વચ્ચે માત્ર ત્રણ મિનિટમાં એજન્ડા પાસ કરી જનરલ બોર્ડ સમાપ્તિ ની ઘોષણા કરી દીધી હતી.

મેયર દ્વારા જનરલ બોર્ડ સમાપ્તિની ઘોષણા કરી દેવામાં આવતા રોષે ભરાયેલા વિરોધ પક્ષે મોક જનરલ બોર્ડ યોજી હતી. જેમાં વિરોધ પક્ષના જ નગરસેવક મેયર અને ડેપ્યુટી મેયર બની અને બોર્ડનું સંચાલન કર્યું હતું. જેમાં તેઓએ શાસકોને ભાગેડુ જાહેર કરી અને ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા.

Next Story