Connect Gujarat
Featured

જામનગર: હાપા જલારામ મંદિર ખાતે યોજાયો અનોખો અન્નકૂટ, જુઓ જલારામ બાપાને પ્રસાદીમાં શું ધરાવાયુ?

જામનગર: હાપા જલારામ મંદિર ખાતે યોજાયો અનોખો અન્નકૂટ, જુઓ જલારામ બાપાને પ્રસાદીમાં શું ધરાવાયુ?
X

જામનગર હાપા જલારામ મંદિર દ્વારા અનોખો અન્નકૂટ યોજાયો હતો જેમાં જલારામ બાપાને 111 પ્રકારના રોટલા પ્રસાદીરૂપે ધરાવવામાં આવ્યા હતા.જલારામબાપાએ વીરપુરમાં સદાવ્રત શરુ કર્યાનો દિવસ હોય ત્યારે પ્રતિવર્ષ આ પ્રકારનો કાર્યક્રમ યોજાઇ છે.

આપણે ત્યાં સામાન્ય રીતે એકાદ રોટલા જોવા મળતા હોય છે. પરંતુ એક સાથે 111 પ્રકારના રોટલા જોયા છે? ઘણાને આશ્ચર્ય પણ થાય આ વાસ્તવિકતા છે. પૂજ્ય જલારામબાપાએ વીરપુરમાં સદાવ્રત શરુ કર્યાનો દિવસ હોય ત્યારે જામનગર હાપા જલારામ મંદિર દ્વારા દર વર્ષે આ દિવસે જલારામબાપાને 111 જાતના અલગ અલગ પ્રકારની ચીજવસ્તુઓમાંથી બનેલા રોટલાનો અન્નકૂટ ધરી લોકોને પ્રસાદી સ્વરૂપે વિતરણ કરવામાં આવે છે.

હાપા જલારામ મંદિર ખાતે આ અનોખો અન્નકૂટ દર્શન યોજાયો જેને જોવા માટે દુર દુરથી ભાવિકો અહી પહોચ્યા હતા ત્યારે મંદિર સંચાલકો દ્વારા કોરોના ગાઈડલાઈન્સનું પૂરું પાલન કરાવવામાં આવ્યું હતું,અન્નકૂટમાં રાગી, મકાઈ, કાજુબદામ, રાય મેથી, એવા 111 પ્રકારના રોટલાઓ જોઇને દર્શન માટે આવતી ગૃહિણીઓ પણ વિચારમાં મુકાઈ જાય છે. દેને કો ટુકડા ભલા લેને કો હરિનામની ઉક્તિ આ મંદિરમાં પણ સાર્થક છે. અહી પણ દરરોજ બન્ને ટાઈમ આવતા ભાવિકોને પ્રસાદીરૂપે ખીચડી, શાક રોટલા પીરસવામાં આવે છે ત્યારે આ ભવ્ય અન્નકૂટના દર્શન કરીને ભાવિકો પણ ધન્ય થઇ ઉઠ્યા હતા.

Next Story