Connect Gujarat
Featured

જામનગર : હાપા માર્કેટિંગ યાર્ડમાં મરચાં અને ધાણાની થઈ વિપુલ પ્રમાણમાં આવક, વધુ આવક થંભાવી દેવાઇ

જામનગર : હાપા માર્કેટિંગ યાર્ડમાં મરચાં અને ધાણાની થઈ વિપુલ પ્રમાણમાં આવક, વધુ આવક થંભાવી દેવાઇ
X

જામનગર શહેરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મરચાં અને ધાણાની વિપુલ પ્રમાણમાં આવક થતાં વધુ આવકને થંભાવી દેવાની ફરજ પડી હતી. તો બીજી તરફ હાપા માર્કેટિંગ યાર્ડમાં ચારેબાજુ મરચાંની જણસોના ઢગલા નજરે પડ્યા હતા.

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં વહેલી સવારથી જ મરચાની વિપુલ પ્રમાણમાં આવક ચાલુ થઈ છે, ત્યારે ખેડૂતો દ્વારા યાર્ડ ખાતે 7000 જેટલી મરચાની ભારીઓ ઠાલવવામાં આવી છે, તો વધુ પડતી આવકના કારણે યાર્ડ દ્વારા મરચાની આવકના થંભાવી દેવામાં આવી હતી. જ્યારે હરરાજીમાં મરચાના ભાવ રૂપિયા 1000થી 2900 સુધીના ખેડૂતોને મળતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો જામનગર હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે પોતાનો પાક વહેચવા માટે આવે છે. જોકે ગત વર્ષે જામનગર જિલ્લામાં વરસાદ સારા પ્રમાણમાં આવ્યો હોવાથી હાલ પુષ્કળ પ્રમાણમાં ખેડૂતોને મરચાની આવક થઈ રહી છે. જેના પૂરતા ભાવ મળતા હોવાથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.

Next Story