Connect Gujarat
ગુજરાત

જામનગરઃ આરોગ્ય વિભાગનાં દરોડા, 50થી વધુ અખાદ્ય ચીજોનો કરાયો નાશ

જામનગરઃ આરોગ્ય વિભાગનાં દરોડા, 50થી વધુ અખાદ્ય ચીજોનો કરાયો નાશ
X

રણજીતસાગર રોડ ઉપર આવેલા 10 કરતાં વધુ રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

જામનગરના રણજીતસાગર રોડ ઉપર આવેલા રેસ્ટોરન્ટમાં આરોગ્યની ટીમ ત્રાટકી. આ વિસ્તારનાં દસથી વધુ રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરી સેમ્પલ લાવમાં આવ્યા હતા. આરોગ્યની ટીમનાં દરોડાને લઈને રેસ્ટોરન્ટ ચાલકોમાં દોડધામ મચી હતી.

જામનગરમાં તહેવારો બાદ સુષુપ્ત થયેલી આરોગ્ય વિભાગની ટીમે આજે સવારથી જ શહેરના અનેક વિસ્તારોમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. શહેરના રણજીતસાગર રોડ ઉપર લાલપુર ચોકડી નજીક આવેલા રેસ્ટોરન્ટ તેમજ ઢાબાઓમાં આરોગ્ય વિભાગના અધિકારીઓએ સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. લાલપુર ચોકડી નજીક આવેલા ઝાયકા રેસ્ટોરન્ટ, પરિવાર રેસ્ટોરન્ટ, શિવમ ફૂડ ઝોન તેમજ પંજાબી ઢાબા વિગેરે અનેક રેસ્ટોરન્ટમાંથી ડુંગળી, આથો તેમજ નૂડલલ્સ વિગેરે આશરે 50થી પણ વધારે અખાદ્ય ચીજોને કબ્જે કરી નાશ કરવામાં આવ્યો હતો.

આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર હાલ ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો હોય ખોરાકમાં ભેળસેળ કરવામાં આવતી હોવાની ફરિયાદના આધારે આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. દરોડાની કાર્યવાહી દરમિયાન જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ફુડ ઇન્સ્પેકટર દ્વારા ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો.

Next Story