Connect Gujarat
ગુજરાત

જામનગરઃ ખંભાળીયામાં ભારે વરસાદ, ૮૦૦૦ ની વસ્તી ધરવતું બેડગામ બેટમાં ફેરવાયું

જામનગરઃ ખંભાળીયામાં ભારે વરસાદ, ૮૦૦૦ ની વસ્તી ધરવતું બેડગામ બેટમાં ફેરવાયું
X

૭૨ કલાકથી વરસી રહેલા ભારે વરસાદથી અનેક નદીઓ બે કાંઠે, તો હાઈવે ઉપર વાહન વ્યવહાર ખોરવાયો

જામખંભાળીયામાં વરસી રહેલા અનરાધાર વરસાદને પગલે નદીઓમાં ઘોડા પુર આવ્યા છે. જેનાં કારણે અનેક ગામો સાથેનો વાહન વ્યવહાર પણ ખોળવાઈ ગયો છે. વસઈ ગામથી બેડ ગામ જવાના માર્ગ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે. અને લોકોનાં ઘરોમાં પણ પાણી ભરાતાં હાલમાં લોકો પાણી ઉલેચવા મજબૂર બન્યા છે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="56867,56868,56869,56870,56871,56872,56873,56874,56875,56876,56877,56878,56879"]

જામનગર ખંભાળિયા હાઈવે ઉપર અનેક ગામો ભારે વરસાદ ના કારણે અસરગ્રસ્ત બન્યા છે. જેમાં મોટી ખાવડી, સરમત, પડાણા અને બેડ ગામ નો સમાવેશ થાય છે. બેડ ગામમાં પુલ ઉપર પાણી ફરીવળતા લોકોની હાલત કફોડી બની છે. ૮૦૦૦ ની વસ્તી ધરવતા બેડ ગામ વરસોથી આ સમસ્યાનો ભોગ બની રહ્યું છે. બેડ ગામના પુલ પર પાણી ફરી વળવાના કારણે આજુબાજુ ગામના લોકો અવર જવર કરી શકતા નથી. તેમજ બેડ ગામ બેટમાં ફેરવાતા વરસાદનું પાણી લોકોનાં ઘરમાં ઘુસી ગયું હતું. સાથે-સાથે વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોનું પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે.

ખંભાળીયા હાઇવે ઉપર આવેલા બેડ ગામની કનેક્ટ ગુજરાતની ટીમ દ્વારા મુલાકાત કરવામાં આવી ત્યારે બેડ ગામમાં લોકો હાલાકીનો સામનો કરતા નજરે પડ્યા હતા. હરીજન વાસ તેમજ મુસ્લીમ વિસ્તારોમાં લોકોના ઘરની અંદર વરસાદના પાણી ઘુસી જવાના બનાવો બન્યા હતા. વરસાદી પાણી ઘરમાં ઘૂસી જવાના કારણે અનેક લોકોની ઘરવખરી અનાજ ખરાબ થઇ ગયા હતા. એક તરફ જ્યારે સરકાર વિકાસની વાતો કરે છે ત્યારે પહેલા જ વરસાદમાં જામનગરના બે લોકો હાલતમાં જોવા મળી રહ્યા છે. બેડ ગામના રહેવાસીઓએ આ સમસ્યા માત્ર આ જ નહિ પણ વર્ષોથી ચાલી આવતી હોવાનું પણ જણાવ્યું હતું. તેઓના જણાવ્યા અનુસાર સરકાર કોઇપણ પક્ષની હોય ગામની તેઓ માટે કાયમ માટે ની સમસ્યા રહી છે ગોઠણડૂબ પાણીમાં રહેતા લોકોને રોજિંદા જીવનમાં ગામમાંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે.

Next Story