Connect Gujarat
Featured

જામનગર : મતદાન કેવી રીતે કરવું? યોજાયું ઇવીએમ માર્ગદર્શન

જામનગર : મતદાન કેવી રીતે કરવું? યોજાયું ઇવીએમ માર્ગદર્શન
X

જામનગરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ના આયોજન અંતર્ગત ઇવીએમ માર્ગદર્શન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યા માં શહેરીજનોને ઇવીએમ માં મતદાન કેમ કરવું તે અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી

જામનગર આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ જોશપૂર્વક કરવામાં આવી રહી છે ત્યારે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ના કાર્યક્રમ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરીજનો માટે ઇવીએમ માર્ગદર્શન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી નું વિશેષ મહત્વ હોય મતદાતાઓને વોર્ડ વાઇઝ મતદાન કરવાનું હોય છે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક વોર્ડમાં ચાર ઉમેદવારો હોય છે અને મતદાતાઓને એક વખત માં ચારેય ઉમેદવારો ને એક એક મતદાન કરવાનું હોય છે અને ત્યારબાદ ફરજિયાત ઇવીએમ મશીન માં રજીસ્ટર બટન દબાવી મતદાન નોંધાવવા જેવી બાબતો અંગેની સંપૂર્ણ માહિતી ઝોનલ અધિકારીઓ દ્વારા શહેરીજનોને આપવામાં આવી હતી અને શહેરીજનોને જાગૃત કરવામાં આવ્યા હતા.

Next Story