જામનગર જિલ્લાની ધર્મસભા આગામી 16 ડીસેમ્બરના સાંજે 4 વાગ્યે પ્રદર્શન મેદાનમાં યોજાશે

રામજન્મભૂમિ સ્થળ અયોઘ્યા ખાતે ભગવાન રામનું ભવ્ય રામ મંદિર નિર્માળ પામે તે માટે વિવિધ સંગઠનો, સંતો-મહંતો કાર્યરત થયા છે. વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા આ અંગે સરકાર પર સંસદમાં વટહુકમ બહાર પાડવા માટે દબાણ લાવી રહ્યું છે. ત્યારે દેશના વિવિધ સંસદીય ક્ષેત્રોમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાની ધર્મસભા આગામી 16 ડીસેમ્બરના સાંજે 4 વાગ્યે પ્રદર્શન મેદાનમાં યોજાનાર છે.

વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા આ ધર્મસભાને સફળ બનાવવા ગામે-ગામ અને તાલુકાઓમાં બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં વિવિધ ગામના સરપંચો, સ્વૈછીક સંસ્થાઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા કાર્યવાહક નિકુંજભાઇ ખાંટ દ્વારા ધર્મસભા અંગે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી. આવેલા આગેવાનોને પત્રિકા તેમજ બેનર અર્પણ કરવામાં આવ્યા હતાં.

ખંભાળિયામાં યોજાયેલ આ બેઠકમાં સરપંચો સહિત, કરણી સેના વેપારી એસોસીએશન, લાયન્સ કલબ ઓફ ખંભાળિયા, ગાયત્રી ગરબા મંડળ, સૃજન સંસ્થા, પ્રેમ પરિવાર, મેડીકલ એસોસીએશન તેમજ વારાહી ગૌ રક્ષા દળ, બિલયન ડ્રિમ ગ્રુપ, માનવ સેવા સમિતિ, વિદ્યાર્થી વાલી મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને એકી અવાજે ધર્મસભાને સફળ બનાવવા સંકલ્પ લીધો હતો.

LEAVE A REPLY