Connect Gujarat
Featured

જામનગર: રામમંદિરના નિર્માણ માટે રૂપિયા 6.55 લાખથી વધુનું દાન અપાયું,જુઓ કોણે આપ્યું દાન

જામનગર: રામમંદિરના નિર્માણ માટે રૂપિયા 6.55 લાખથી વધુનું દાન અપાયું,જુઓ કોણે આપ્યું દાન
X

અયોધ્યામાં નિર્માણ પામનાર ભવ્ય રામમંદિર માટે જામનગરમાં રામજન્મ ભૂમિ તીર્થ સ્થાન નિર્માણ નિધિ સમિતિને નગરના બાલાહનુમાન મંદિર ટ્રસ્ટ અને કબીર આશ્રમ તરફથી મોટી નિધિ અર્પણ કરવામાં આવી હતી

જામનગરના સુપ્રસિધ્ધ અને વિશ્વવિખ્યાત બાલાહનુમાન મંદિરના ટ્રસ્ટ દ્વારા અયોધ્યામાં નિર્માણ પામનારા ભવ્ય રામમંદિર માટે મોટી રકમ ની નિધિ અર્પણ કરવામાં આવી હતી બાલાહનુમાન મંદિર ખાતે સંતો મહંતોની ઉપસ્થિતિમાં બાળહનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા રૂપિયા 5 લાખ 55 હજાર અને કબીર આશ્રમ દ્વારા 1 લાખથી વધુની નિધિ અયોધ્યામાં બનનાર રામમંદિર માટે અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે ખીજડા મંદિરના 108 કૃષ્ણમણીજી મહારાજ સ્વામિનારાયણ મંદિરના સ્વામી વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ભરત ફલિયાતેમજ બાલાહનુમાન મંદિરના ટ્રસ્ટી અને કબીર આશ્રમના સભ્યો ઉયપસ્થિત રહ્યા હતા.

Next Story
Share it