Connect Gujarat
ગુજરાત

જામનગર: બાબા ઓપ્ટિકની દુકાનમાં આગ લાગતા અફરા તફડી મચી

જામનગર: બાબા ઓપ્ટિકની દુકાનમાં આગ લાગતા અફરા તફડી મચી
X

ફાયર ફાયટરોને ર કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો

જામનગરની ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલી ચશ્માન દુકાનમાં અગમ્ય કારણોસર આગ લાગતા અફરા તફડીનો માહોલ જોવા મળ્યો હતો. આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી.

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તાર પાસે શોપિંગ કોમ્પ્લેક્ષમાં બાબા ઓપ્ટિક નામની ચશ્માની દુકાન આવેલી છે. દુકાનમાં કોઈ અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. આગના બનાવના પગલે દુકાનમાં ચશ્માની ખરીદી કરવા આવેલા ગ્રાહકોમાં અફરા તફડી મચી જવા પામી હતી. બનાવ અંગે દુકાનના માલિકે જામનગર મહાનગરપાલિકાને જાણ કરી હતી. પાલિકાના બે ફાયર ફાઇટરોએ ઘટના સ્થળ પર દોડી જઈ આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. દુકાનમાં લાગેલી આગની ઘટનામાં સદનસીબે કોઈ જાણહાની થવા પામી ન હતી. તેમજ ફાયર ફાયટરોની બે કલાકવી જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.

Next Story