Connect Gujarat
ગુજરાત

જામનગરઃ પ્રેમીને પામવા માટે યુવતીએ ભર્યું એવું પગલું, પછી થયા આવા હાલ

જામનગરઃ પ્રેમીને પામવા માટે યુવતીએ ભર્યું એવું પગલું, પછી થયા આવા હાલ
X

સરકારી હોસ્પિટલનાં પ્રસુતિ વિભાગમાંથી બાળકી ઉઠાવી જનાર યુવતીએ પ્રેમીને પામવા માટે આવું પગલું ભર્યું

કહેવત' છે ને કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમમાં પડેલી યુવતી શાન બાન ભૂલી જાયને ન કરવાનું પણ કરી બેસે છે. ત્યારે જામનગરમાં આ કહેવતને સાર્થક કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગત 7 તારીખે સૌરાષ્ટ્રની સૌથી મોટી ગુરુ ગોવિદસિંહ સરકારી હોસ્પિટલનાં પ્રસુતિ વિભાગમાંથી એક તાજા જન્મેલા બાળકને ઉઠાવી જવાનો કિસ્સો નોંધાયો હતો. આ સમગ્ર ઘટના હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં કેદ જતાં ઘટનાના ત્રણ દિવસ બાદ પોલીસને બાળક ઉઠાવી જનાર મહિલાને પકડી પાડવામાં સફળતા મળી છે. ઝડપાયેલી મહિલા પાસેથી મળેલી માહિતી સમાજ માટે લાલબત્તી સમાન છે.

જામનગરની ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલમાંથી ગત તારીખ 7મીનાં પ્રસુતિ વિભાગમાંથી નવજાત બાળકીને નર્સના સ્વાંગમાં આવેલી યુવતીએ બાળકીને સારવાર માટે લઇ જવાનું કઈ ઉઠાંતરી કરી હતી. જે અંગેની ફરિયાદ બાળકી ના પરીવર દ્વાર કરવામાં આવતા સમગ્ર પોલીસ વિભાગ કામે લાગ્યું હતું. અપહરણની થોડા કલાકો બાદ જ એક મહિલા પોલીસ સ્ટેશને આવી તેમણે કોઈ અજાણી મહિલા ખોડિયાર મંદિર પાસે આવી બાળક સાચવવા આપી પાલાયન થઈ ગઈ હોવાનું જણાવી બાળકી પોલીસને સુપ્રત કરી હતી. પોલીસે યુવતીની ઉલટ તપાસ કરી મળેલી બાળકી તેમના પરિવારને સુપ્રત કરી હતી. પોલીસને યુવતી ઉપર શંકા જતા તેને વધુ પૂછપરછ કરતા અને સીસીટીવી કેમેરાનાં પુરાવાનાં આધારે તપાસ કરતા બાળક સોંપવા આવેલી યુવતી શિલ્પાબેન વાઘેલા જે જામનગરનાં આઈટીઆઈમાં અભ્યાસ કરે છે. તે જ બાળકી ઉઠાવી જનાર મહિલા હોવાનું બહાર આવ્યું હતું.

પ્રેમીને પામવા પ્રેગનેન્ટ હોવાનું બહાનું કાઢનારી શિલ્પા વાઘેલાનું બાળકીને ઉઠાવી જ્નાર કિસ્સો ભદ્ર સમાજ માટે લાલબત્તી સમાન છે. પ્રેગનેન્સી બાદ પુરાવા રૂપે બાળકની જરૂર પડતાં સરકારી હોસ્પિટલમાંથી બાળકીની ઉઠાંતરી કરનાર યુવતી પોલીસની કડક પૂછપરછમાં ભાંગી પડતા છેવટે તેને તેનો ગુન્હો કાબુલી લીધો હતો. પ્રેમીને પામવા નર્સ મિત્ર પાસેથી ફોટો પડાવવાના બહાને નર્સનો પહેરવેશ પહેરી હોસ્પિટલમાંથી બાળકીની ઉઠાંતરી કરી હોવાનું કબુલ્યું હતું. છેવટે યુવતી ને પ્રેમી તો ના મળ્યો પણ મ્પોલીસ નાં લોકઅપ ના સળીયા પાચલ ધકેલાઈ જવાનો વારો આવ્યો હતો.

Next Story