Top
Connect Gujarat

જામનગર :જ્યોતિ પાર્કમાં છેલ્લા એક વર્ષથી મહાનગરપાલિકા દ્વારા ૬૦૦ જેટલા લોકોના પાણી માટે વલખા

જામનગર :જ્યોતિ પાર્કમાં છેલ્લા એક વર્ષથી મહાનગરપાલિકા દ્વારા ૬૦૦ જેટલા લોકોના પાણી માટે વલખા
X

ઉનાળાની શરૂઆત થતાં જ જામનગરમાં પાણીની પોકાર ઉઠી છે.. જામનગરમાં લાલપુર બાયપાસ ચોકડી પાસે આવેલા જ્યોતિ પાર્કમાં છેલ્લા એક વર્ષથી મહાનગરપાલિકા દ્વારા ૬૦૦ જેટલા લોકોને ટેન્કર મારફતે એકાંતરા પાણી આપવામાં આવે છે પણ અપૂરતા આવતા પાણીના જથ્થા ને લીધે સ્થાનિકોને સ્વખર્ચે પાણી ખરીદી કરવી પડે છે.

જામનગર ના લાલપુર બાયપાસ ચોકડી પાસે આવેલ જ્યોતિ પાર્કમાં વસતા ૬૦૦ જેટલા લોકો છેલ્લા એક વર્ષથી પીવાના પાણી માટે પોતાના પૈસે વેચાતું પાણી લઈ રહ્યા છે.

મહત્વનું છે કે મહાનગરપાલિકામાં જ્યોતિ પાર્કના તમામ લોકો જામનગર મહાનગર પાલિકા માં પાણીવેરો ભરતા હોવા છતાં પણ પીવાના પાણીની સુવિધા આપવામાં આવતી નથી.તેમાંય ઉનાળાની શરૂઆત થતાં જ જ્યોતિ પાર્ક માં પાણી માટે મહિલાઓ વચ્ચે બેડા યુદ્ધ પણ થાય છે.જ્યોતિ પાર્ક માં મહાનગરપાલિકા દ્વારા એકાંતરે એક ટેન્કર પાણી આપવામાં આવે છે.જે સ્થાનિકો નું કહેવું છે કે ૬૦૦ લોકો વચ્ચે એક ટેન્કર માં એક ઘર દીઠ બે ડોલ પાણી આવે છે આ અપૂરતા પાણી નો ઉપયોગ પીવામાં લેવો કે અન્ય ઉપયોગ કરવો તે સ્થાનિકો માટે મોટો પ્રશ્ન છે સ્થાનિકો એક ટેન્કર ના રૂપિયા ૫૦૦ લેખે મહિને ત્રણ થી ચાર ટેન્કર મંગાવી પોતાની જરૂરિયાત પૂરી પાડે છે.

આ અંગે જામનગર મહાનગર પાલિકા માં ઘણી રજૂઆતો કરવા છતાં મહાનગર પાલિકા ના અધિકારીઓ એકાંતરે એક જ ટેન્કર મોકલે છે જેના લીધે સ્થાનિકો માં પાડોશી વચ્ચે ઘણી વખત મનદુખ કે માથાકૂટ જેવા પ્રસંગો બને છે. જામનગરમાં પાણી માટે અત્યારથી લોકો વલખા મારી રહ્યા છે.

જો કે મહાનગરપાલિકા એવા દાવા કરે છે કે તમામ શહેરીજનોને પીવાનુ પાણી મળી રહેશે.પણ જ્યોતિ પાર્કમાં મનપાના દાવા પોકળ સાબિત થયા છે.

Next Story
Share it