Connect Gujarat
ગુજરાત

જામનગર : હોસ્પિટલના કર્મી પર દર્દીના સગાએ કર્યો હુમલો, નોંધાઈ પોલીસ ફરિયાદ

જામનગર : હોસ્પિટલના કર્મી પર દર્દીના સગાએ કર્યો હુમલો, નોંધાઈ પોલીસ ફરિયાદ
X

જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારી ઉપર દર્દીના સગા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને હોસ્પિટલના સ્ટાફને ધાક ધમકી આપવામાં આવતા કર્મચારીઓ દ્વારા હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ સમક્ષ લેખિત રજૂઆત કરી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

જામનગરમાં આવેલી સરકારી જી.જી.હોસ્પિટલમાં એમ.એસ -૬, નંબરના વોર્ડમાં બ્રધર નારણભાઈ મંઘોડિયા આજે ફરજ પર હતા ત્યારે તેમના વોર્ડમાં સારવાર લઈ રહેલા દર્દી મન્સૂર સિદ્દીકભાઇ ગંઢારના સગા સંબંધીઓ દ્વારા તેમના પર હુમલો કરાયો હતો. અને અન્ય સ્ટાફને પણ મારી નાખવાની ધમકીઓ આપી હતી. હુમલાના આ બનાવમાં બ્રધર નારણભાઈને માથામાં ઇજાઓ પહોંચી હતી.

હુમલા બાદ હોસ્પિટલના તમામ બ્રધર અને સિસ્ટર એકત્ર થઈ ગયા હતા અને હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.નંદિની બાહેરીને લેખિત રજુઆત કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે, તેમનાં વોર્ડમાં સિક્યુરિટી ગાર્ડની સુવિધા નથી અને સીસીટીવી કેમેરા પણ ચાલુ નથી. આ બાબતે અનેક વખત અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ તેને ધ્યાને લેવામાં આવી નથી. આ સુવિધા સત્વર પૂરી પાડવી જરૂરી બની છે.

Next Story