Connect Gujarat
Featured

જામનગર : ભૂમાફિયા જયેશ પટેલના સાગરીતોની કરાઇ ધરપકડ, 14 પૈકી 8 આરોપી ઝડપાયા

જામનગર : ભૂમાફિયા જયેશ પટેલના સાગરીતોની કરાઇ ધરપકડ, 14 પૈકી 8 આરોપી ઝડપાયા
X

જામનગર પોલીસ અધિક્ષક દીપેન ભદ્રને પત્રકાર પરિષદ યોજી ભૂમાફિયા જયેશ પટેલના સાગરીતોની ધરપકડ કરી હોવાનું જણાવ્યુ હતું. જામનગરના ભૂમાફિયા જયેશ પટેલના સાગરીતો સામે સંગઠિત અપરાધ નિયંત્રણ અધિનિયમ હેઠળ ગુન્હો નોંધી 14 આરોપી પૈકી 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યમાં અસામાજિક પ્રવુર્તિઓને નેસ્તનાબુદ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કટિબધ્ધતા દાખવી GCTOC જેવા કાયદા અમલમાં લાવવામાં આવ્યા છે. તો સાથે જ નજીકના ભૂતકાળમાં પાસાના કાયદામાં પણ જરૂરી ફેરફાર કરી વધુ ગુન્હાઓને આવરી લેવામાં આવ્યા છે. આ સિવાય ગુજરાતમાં ગુંડા એક્ટ લાગુ કરવા પણ તજવીજ ચાલુ છે. આ દરમ્યાન જામનગરમાં જયસુખ રાણપરિયા ઉર્ફે જયેશ પટેલની આગેવાનીમાં તેના સાગરીતોએ સાથે મળી પૂર્વયોજિત કાવતરું રચ્યું હતું. જેમાં એક ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સિન્ડિકેટ બનાવી જામનગર જિલ્લાના જમીન માલિકો, રિયલ એસ્ટેટ બ્રોકરો તેમજ વેપારીઓ પાસેથી હિંસા ફેલાવી ધાકધમકી આપી હતી.

જોકે બળજબરીથી મોટા પ્રમાણમાં રોકડ રકમ તથા મિલકતો પચાવી લેવાના બનાવો ધ્યાને આવતા રાજ્ય સરકાર દ્વારા સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જે આધારે ગુજરાત રાજ્ય પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જ આઇજી સંદીપ સિંઘ અને જામનગર જિલ્લા પોલીસ વડા દીપેન ભદ્રેનના સીધા માર્ગદર્શન હેઠળ LCB પોલીસ દ્વારા સંગઠિત અપરાધ નિયંત્રણ અધિનિયમ હેઠળ 14 આરોપીઓ પૈકી 8 આરોપીઓની ગુન્હાના કામે ધરપકડ કરવામાં આવી છે. તો સાથે જ અન્ય આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરાઇ છે.

Next Story