Connect Gujarat
ગુજરાત

જામનગરમાં સાત રસ્તા સર્કલ પાસે યુવકનું મર્ડર કરી હત્યારા ફરાર

જામનગરમાં સાત રસ્તા સર્કલ પાસે યુવકનું મર્ડર કરી હત્યારા ફરાર
X

જામનગરમાં સાત રસ્તા સર્કલ પાસે યુવકનું મર્ડર કરી હત્યારા ફરાર થઈ ગયા છે. મૃતક દિપક પ્રભુદાસ જોઈશરનું સરાજાહેર મર્ડર કરવામાં આવ્યું છેદીપકભાઈ જામનગર જિલ્લા જેલમાં ટિફિનઆપવાની સેવા ચલાવતા હતા.

જામનગર ના સતત ચહલ પહલ વાળા વિસ્તાર સાત રસ્તા સર્કલ પાસે શહેર ના દિપક પ્રભુદાસ જોઈશર નામના યુવાન નું સરાજાહેર મર્ડર કરવામાં આવ્યું છે. મૃતક ના પરિવારજનોના જણાવ્યા અનુસાર દીપકભાઈ ની તેની જ જ્ઞાતિ ના કેટલાક શખ્સો સાથે જૂની અદાવતને ધ્યાને રાખી આ મર્ડર કર્યું હોવાનું અનુમાન લગાવે છે. મહત્વનું છે કે છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી છે. ત્યારે હત્યારા દિપક જોઈશર ના સગા હોવાનું પ્રાથમિક તારણ છે.

પોલીસે લાશનો કબજો મેળવી પીએમ માટે જી જી હોસ્પિટલમાં લઈ લઈ ગ્યાં હતા .અને હત્યારાની શોધખોળ શરૂ કરવામાં આવી છે . દિપક જોયસર જામનગર જિલ્લા જેલમાં ટિફિન આપવાની સેવા આપતા હતા.... જેલમાં ટિફિન દેવા જતી વખતે અત્યારે સાત રસ્તા પર દિપક જોઈને આંતરી લઈ છરીઓના ઘા ઝીકી હત્યા કરી હત્યારાઓ ફરાર થઈ ગયા હતા.પ્રાથમિક માહિતી અનુસાર ત્રણ હત્યારાઓ બાઈક પર આવ્યા હતા.અને પોતાના કામ ને અંજામ આપ્યો હતો.

Next Story