Connect Gujarat
ગુજરાત

જામનગર : બે દિવસમાં ફાયરિંગની બની બીજી ઘટના, આ વખતે ભોગ બન્યા પ્રોફેસર

જામનગર : બે દિવસમાં ફાયરિંગની બની બીજી ઘટના, આ વખતે ભોગ બન્યા પ્રોફેસર
X

જામનગર શહેરમાં ફરી એક વાર ફાયરિંગની ઘટના સામે આવી

છે. હજુ બે દિવસ અગાઉ એક્સ આર્મીમેને શ્રમિક પર ફાયરિંગ કર્યું હતું, તો ગત રાત્રે ભુમાફિયા

જયેશ પટેલના સાગરીતોએ 4 રાઉન્ડ ફાયરિંગ કરી પ્રોફેસરની કારમાં નુકશાન પહોચાડ્યું છે.

જામનગર ખાતે મહિલા કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા પરષોતમ રાજાણીના ઘરે ગત

રાત્રે કેટલાંક શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પ્રોફેસર જમીન દલાલ

તરીકેની પણ કામગીરી કરે છે. પ્રોફેસરને ભુમાફિયા જયેશ પટેલ દ્વારા અવારનવાર ફોન પર

ધમકી આપવામાં આવતી હતી. બાઇક પર આવેલા 4 જેટલા શખ્સોએ પ્રોફેસરની કાર ઉપર 4 રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર

થઈ ગયા હતા.

સમગ્ર બનાવ અંગે પ્રોફેસર પરષોતમ રાજાણીએ પોતાના ઘરની

બહાર લગાવેલા સીસીટીવી ફૂટેજ તપાસતા 4 જેટલા શખ્સો ફાયરિંગ કરતા નજરે પડ્યા હતા. અવારનવાર

પ્રોફેસરને વ્હોટ્સ એપ ઉપર ભૂમાફિયા દ્વારા ધમકી પણ આપવામાં આવતી હતી. જેનાથી

ત્રસ્ત પરષોતમ રાજાણીએ ભૂમાફિયા જયેશ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.

હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા શખ્સોને ઝડપી પાડવા માટેના ચક્રો

ગતિમાન કર્યા છે.

Next Story