જામનગરમાં શરદપુનમની રાત્રે જાણે ઉગ્યો દિવસ, તો અભિનેત્રી પ્રાચીએ લીધા ગરબા

New Update
જામનગરમાં શરદપુનમની રાત્રે જાણે ઉગ્યો દિવસ, તો અભિનેત્રી પ્રાચીએ લીધા ગરબા

શહેરમાં ઠેર ઠેર શરદપુનમની ઉજવણી કરવામાં આવી હતી

જામનગરમાં શરદપુનમની રાત્રીએ જાણે રાત્રે પણ દિવસ ઉગ્યો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. શહેરમાં ઠેર ઠેર શરદપુનમની ઉજવણી કરવામાં આવી રહી હતી. જેમાં રાજપૂત સમાજ દ્વારા બૃક બોન્ડ મેદાનમાં યોજવામાં આવેલા રાશોત્સવમાં બોલિવૂડની ચુલબુલી અભિનેત્રી પ્રાચી દેસાઈ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી. પ્રાચીએ બેહનો વચ્ચે જઈ ગરબા પણ લીધા હતા.

આ ઉપરાંત ખાનગી રિસોર્ટસ, તળાવની પાળ, રણજીત સાગર ડેમ અને બાલાચડી બીચ પર પણ લોકોએ દૂધ પૌંવાની મજા માણી હતી. શરદ પૂનમની ચાંદની રાતે મોડી રાત સુધી લોકો શીતળ ચાંદનીની મજા માણતા જોવા મળ્યા હતા.

Latest Stories