Connect Gujarat
ગુજરાત

જામનગર જિલ્લા કલેકટર અને પોલીસવડા દ્વારા કરાઇ પત્રકાર પરિષદ

જામનગર જિલ્લા કલેકટર અને પોલીસવડા દ્વારા કરાઇ પત્રકાર પરિષદ
X

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૧૯ અનુસંધાને ૧૨- જામનગર સંસદીય મતવિસ્તાર તથા ૭૭-જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકની ચૂંટણી ૨૩ એપ્રિલ ૨૦૧૯ના રોજ યોજાનાર હોય જે અન્વયે આજરોજ કલેકટર કચેરી નાસભાખંડમાં જનરલ તથા પોલીસ ઓબ્ઝર્વરો એમિલ લાકરા, પી.વસંથકુમાર અને દેવરંજન વર્માના અધ્યક્ષ સ્થાને જિલ્લાના નોડલ અધિકારીઓની બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું.

આ બેઠકમાં ઉપસ્થિત સર્વે નોડલ અધિકારીઓ સાથે ચૂંટણીલક્ષી સોંપાયેલ કામગીરીઓની વિસ્તૃતમાં ચર્ચા કરી તેઓએ જરૂરી સુચનો કરેલ હતા. આ બેઠકમાં ફ્લાઇંગ સ્ક્વોર્ડસ ટીમો, વિડીયો સર્વેલન્સ ટીમો, સ્ટેટીક સર્વેલન્સ ટીમો, નાઈટ પેટ્રોલીંગ પાર્ટીઓ તેમજ મિડીયા મોનીટરીંગ ટીમોને નિરીક્ષણ અને નોંધણી માટેના વિવિધ સુચનો કર્યા હતા.

જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાની ચૂંટણીલક્ષી સંસદીય મતવિસ્તાર પ્રમાણે જરૂરી વિગતો આપેલ હતી તેમજ વિડીયો પ્રેઝનટેશન દ્વારા પણ ચૂંટણીલક્ષી વિગતો દર્શાવી હતી.આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર જામનગર રવિશંકર, જિલ્લા ચૂંટણીઅધિકારી અને કલેકટર દેવભૂમિ દ્વારકા મનિષકુમાર મીના, જામનગર અને દેવભૂમિ દ્વારકાના જિલ્લા પોલીસ અધિક્ષક શરદ સિંધલ અને રોહન આનંદ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા વિકાસ અધિકારીઓ પ્રશસ્તિ પારિક અને બંસલ, અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા, પ્રોબેશનલ કલેકટર મનિષ ગુરવાણી, ૭૭-જામનગર ગ્રામ્યના ચૂંટણી અધિકારી યોગેશ ચૌધરી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓ મિતાબેન જોષી તથા ઉધાડ અને વિવિધ વિભાગોના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Next Story