જામનગર નજીક આવેલા નૌસેનાના મથક આઈ.એન.એસ વાલસુરાના અધિકારીઓ તેમજ સ્ટાફ માટે ખાસ એથેલીક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં વાલસુરામાં રહેતા અધિકારીઓ અને પરિવારના લોકો વચ્ચે ખેલ ભાવના વધે તેમજ શારીરિક અને માનસિક વિકાસ થાય તે હેતુસર આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાંચ દિવસ સુધી યોજાયેલી આ સ્પર્ધામાં અલગ અલગ છ વિભાગો પાડી અને ઊંચી કૂદ, ભાલા ફેક, ગોડાફેક અને લાંબી દોડ સ્પર્ધા યોજાઈ હતી. વિજેતા થયેલા વિજેતાઓને નૌસેના પ્રશિક્ષણ કપ્તાન પીકે યદુવંશી દ્વારા ઇનામ અર્પણ કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધા માં સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY