Connect Gujarat
ગુજરાત

“ટેક-ફેસ્ટ” : જામનગરમાં જ ઉત્પાદિત થતી વસ્તુઓનું યોજાયું પ્રદર્શન, નવી ટેકનોલોજીથી લોકોને કરાશે માહિતગાર

“ટેક-ફેસ્ટ” : જામનગરમાં જ ઉત્પાદિત થતી વસ્તુઓનું યોજાયું પ્રદર્શન, નવી ટેકનોલોજીથી લોકોને કરાશે માહિતગાર
X

જામનગરમાં બ્રાસ ઉધ્યોગકારો માટે સાંસદ પૂનમ માડમના હસ્તે ટેક્ફેસ્ટ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ ટેકફેસ્ટ કાર્યક્રમમાં જામનગરમાં ઉત્પાદિત થતી વસ્તુઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

જામનગરમાં ઉદ્યોગોને આધુનિકતા તરફ તેમજ નવી ટેકનોલોજીથી માહિતગાર કરવા GIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન, દરેડ દ્વારા જામનગર ટેક ફેસ્ટનું તા. ૩થી ૬ જાન્યુઆરી સુધી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ટેક ફેસ્ટનું ઉદઘાટન સાંસદ પૂનમ માડમના હસ્તે કરવામાં આવ્યું હતું. 3.50 લાખ સ્ક્વેર ફીટ એરિયામાં યોજાનારા આ ટેક ફેસ્ટમાં 200થી વધુ એક્ઝિબિટર્સ અને એક લાખથી વધુ મુલાકાતીઓ જોડાઈ B2B સેમિનાર દ્વારા ઉદ્યોગપતિઓ નવી ટેક્નોલોજી વિશે માહિતીગાર કરશે.

આ પ્રસંગે આર્શીવચન પાઠવવા માટે નવતનપુરી ધામ જામનગરના શ્રી ૧૦૮ આચાર્ય કૃષ્ણમણી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજી પટેલ, લઘુ ઉદ્યોગ ભારતીના વાઈસ પ્રેસિડેન્ટ હંસરાજ ગજેરા, મેયર હસમુખ જેઠવા, મનપાના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ઉધોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story
Share it