Connect Gujarat
Featured

જામનગર: ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલ કર્મચારીઓને અપાય તાલીમ,જુઓ કેવી છે તૈયારી

જામનગર: ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલ કર્મચારીઓને અપાય તાલીમ,જુઓ કેવી છે તૈયારી
X

જામનગરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઈ કર્મચારીઓને ઇ.વી.એમ. મશીનની તાલીમ આપવામાં આવી હતી.

જામનગર મહાનગર પાલિકા અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી આગામી 21 અને 28 તારીખના રોજ યોજાવા જઈ રહી છે ત્યારે ચૂંટણીના પોલિંગ સ્ટાફ માટે ઇવીએમ મશીન અને તેના ઉપયોગની તાલીમનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે જામનગર ગ્રામ્યની 13 બેઠકના પોલીસ સ્ટાફને ઇવીએમ મશીન તેમજ મતદાનની પ્રક્રિયા અંગેની તાલીમ આપવામાં આવી હતી જામનગર જિલ્લા ના વહીવટી તંત્ર દ્વારા 300 જેટલા પોલિંગ સ્ટાફને ઇવીએમ મશીન કેવી રીતે ઓપરેટ કરવું, શાહી નું ટપકું કઈ રીતે લગાડવું તે અંગેની વિશેષ તાલીમ આપવામાં આવી હતી.ઉપરાંત હાલ કોરોના મહામારીને પગલે પોલીસ અને પોલિંગ સ્ટાફ દ્વારા કોરોનાની એસ.ઓ.પી.નું કેવી રીતે પાલન કરવું અને કરાવવું તે તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમી કાર્યક્રમમાં ચૂંટણી અધિકારી અને શહેર પ્રાંત અધિકારી આસ્થા ડાંગર સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story