Connect Gujarat
ગુજરાત

જામનગરઃ વિશ્વ હિંદુ પરિષદ અને હિંદુ સંગઠનો દ્વારા ગૌરવ દિવસની કરાઈ ઉજવણી

જામનગરઃ વિશ્વ હિંદુ પરિષદ અને હિંદુ સંગઠનો દ્વારા ગૌરવ દિવસની કરાઈ ઉજવણી
X

વર્ષ 1992માં બાબરી મસ્જિદનાં ઢાંચાને તોડવાના દિવસને હિન્દુ સંગઠનો ગૌરવ દિવસ તરીકે ઉજવે છે

અયોધ્યામાં 26 વર્ષ પૂર્વે 6 ડીસેમ્બર 1992 નાં રોજ લાખો કારસેવકોએ આયોજન બદ્ધ રીતે રામજન્મ ભૂમિ પર બનેલા બાબરી મસ્જીદનાં ઢાંચાને ગણતરીની કલાકો માં તોડી પાડી કારસેવા આદરી હતી. ત્યારે આ દિવસને પ્રતિવર્ષ વિશ્વ હિંદુ પરિષદ અને હિંદુ સંગઠનો ગૌરવ દિવસ તરીકે ઉજવે છે. જામનગરમાં પણ ગઈકાલે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા હેમેશ્વર મહાદેવ મંદિરમાં ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

[gallery size="large" ids="76044,76045,76046,76047,76048,76049,76050,76051,76052,76053,76054"]

વિશ્વ હિંદુ પરિષદ જામનગર દ્વારા હેમેશ્વર મહાદેવ મંદિર પંચેશ્વર ટાવર પાસે યોજાયેલા મહા અધિવેશન ની શરૂઆત માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નાં જીલ્લા કાર્યવાહક નિકુંજ ભાઈ ખાંટે કાર્યક્રમ ની પૂર્વ ભૂમિકા નાં ભાગરૂપે વક્તવ્ય આપતા જણાવ્યું હતું રામજન્મ ભૂમિ સ્થળ પર રામ મંદિર નું નિર્માણ કરવા અંતે આંદોલન અલગ અગલ તબક્કા ઓમાં ચાલી રહ્યું છે જેમાં દરેક રાજ્ય માં રાજ્યપાલ અને મહામહિમ રાષ્ટ્રપતી ને આવેદન પાઠવી રજૂઆત કરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે હવે પછી લોકસભા મત ક્ષેત્રીય પ્રમાણે ધર્મસભાનું આયોજન કરી હિંદુ સંગઠનોને એકઠા કરવા અને મોટી સંહ્યા માં મંડળો સંગઠનો અને ધર્મપ્રેમી લોકોએ તેઓ સંગઠિત હોવાનો પરિચય કરાવવો તે છે. ત્યારબાદ ધર્મસંસદ યોજી સરકાર ને જગાડવા નો પ્રયત્નો કરવાનો છે.

કાર્યક્રમ માં સ્વામીનારાયણ સંપ્રદાય ના સ્વામી ચતુર્ભુજ દાસજી મહારાજે તેમના વકતવ્ય માં જાણાવ્યું હતું કે આપણે એક થઇ સંપ થી કાર્ય કરવાનું છે જો વેરા વિખેર થઇ કાર્ય કરીશું તો યારેય કાર્ય પૂર્ણ નહિ થાય રામજન્મ ભૂમિ પર રામ મંદિર નું નિર્માણ એ દરેક હિંદુ ધર્મ ના ઓકો રાષ્ટ્ર સમાજ અને ઘર માટે નું કાર્ય છે રામ મંદિર બનશે ત્યારે માત્ર ભારત માં જ નહિ સમગ્ર વિશ્વ માં હિંદુ સમાજ ન ડંકો વાગશે સ્વામી ચતુર્ભુજદાસજી એ જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લા ના તમામ રાષ્ટ્રપ્રેમી ઊ ને ધર્મસભા માં ઉમટી પાડવા આહવાન કર્યું હતું.

કાર્યક્રમ ના અંતે જામનગર જીલ્લામાંથી કારસેવા કરવા ગયેલા કારસેવકો એ ૧૯૯૦ અને ૧૯૯૨ ની કારસેવા નાં તેમના અનુભવો નું વર્ણન કર્યું હતું. જે માં રમેશભાઈ કટારમલ, ભાનુભાઈ પટેલ અને ભુપેન્દ્રભાઈ જાની એ વિસ્તૃત માં દિલધડક પ્રસંગો વર્ણવ્યા હતા.

Next Story