Connect Gujarat
Featured

જામનગર: રામ મંદિરના નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદનું ઘરે ઘરે સંપર્ક અભિયાન શરૂ, જુઓ લોકોએ કેવો આપ્યો પ્રતિભાવ

જામનગર: રામ મંદિરના નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદનું ઘરે ઘરે સંપર્ક અભિયાન શરૂ, જુઓ લોકોએ કેવો આપ્યો પ્રતિભાવ
X

શ્રી રામ જન્મભૂમી નિધિ સમર્પણ સમિતિ જામનગર દ્વારા અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિર નિર્માણના કાર્ય માટે રામસેવકો અને વિએચપીના કાર્યકર્તાઓ દ્વારા ઘરે ઘરે સંપર્ક કરી નિધિ એકત્રીકરણની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હવે ઘરે ઘરે સંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને નિધિ એકત્રિત કરવામાં આવી રહી છે ત્યારે જામનગરના સાવરકર ઉપનગર વિસ્તાર દ્વારા ગરબી ચોક દિગ્વિજય પ્લોટ વિસ્તા થી નિધિ એકત્રીકણ કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો હતો જ્યાં કટારમલ પરિવાર દ્વારા રામભકતો નું કંકુ તિલક કરી ફૂલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું અને રામ મંદિર માટે નિધિ અર્પણ કરવામાં આવી હતી તેમજ કટારમલ પરિવાર દ્વારા અન્ય લોકોને પણ રામસેવકો નું સ્વાગત કરી રામ મંદિર નિર્માણ માટે નિધિ અર્પણ કરવા અપીલ કરી હતી અને રામમંદિર નિર્માણ કાર્યમાં સહભાગી થવા જણાવ્યુ હતું

Next Story
Share it