જસદણ પેટા ચૂંટણી ટાણે કોંગ્રેસનાં ઉમેદવારની જીભ લપસી, વીડિયો થયો વાયરલ

228

કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાએ કહ્યું ‘કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા સભ્યો અક્કલમઠઠા છે પૂરી કિમત પણ ન લીધી’

જસદણની પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે. હવે મતદાનને આડે પણ ગણતરીના દિવસો જ બાકી બચ્યા છે. ત્યારે વધુ એક નેતાના બોલ બચ્ચનનો વીડિયો વાઈરલ થયો છે. જે વિડીયોમાં કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયા કેટલાંક વ્યક્તિઓ સમક્ષ પોતાની હૈયા વરાળ ઠાલવતા હોય તેવું જણાઈ રહ્યું છે. જેમાં તેહો કહી રહ્યા છે કે, કુંવરજીભાઈના રાજકારણના અમે પાયાના પથ્થર છીએ. અમે રાત દી તેમના માટે કામ કર્યુ છે. અમે ક્યારેય પણ અમારો સ્વાર્થ જોયો નથી. આજ દિવસ સુધી કુંવારજીભાઈએ અમારા સમાજ કે અન્ય સમાજના યુવાનોને ધંધામાં સહાય કરી કે મદદ રૂપ થયા હોય તેવો એક બનાવ બન્યો નથી.

વધુમાં તેઓ કહી રહ્યા છે કે, કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ તેમને સમાજ સાથે અને અમારી સાથે આવડો મોટો વિશ્વાસ ઘાત કર્યો છે.  આ બધાય અમારા જિલ્લા પંચાયતના સદસ્યો અક્કલમઠઠા છે. જે ભાજપમાં ગયા એને પૂરી કિમત પણ ન લીધી.  તો જેતપુર-ઉપલેટામાં પંચાયતના સદસ્યોને ભાજપ દ્વારા 25-25 લાખ રૂપિયા દ્વારા ખરીદવામાં આવ્યા છે. આજની તારીખમાં વીંછીયા-જસદણની પબ્લિક જાણે છે. આજે હું કોંગ્રેસ મૂકીને ભાજપમાં જાઉંને તો મારી સાથે 25 મત પણ આવે નહીં. મારે તો આ બીજી ટર્મ છે. આ તો સાહેબ ગયાને ત્યાર પછી હું આ બોલવા માંડ્યો બાકી મેં અત્યાર સુધી ક્યાંય ભાષણ નથી કર્યું બાકી ક્યાય ઊભો નથી થયો આ પહેલા-વેળા આ તો માથે પડી એટ્લે બાકી અમને ક્યાય ઉભા થવા જ નથી દીધા.

LEAVE A REPLY