આજરોજ ઉમેદવારીપત્રો પરત ખેંચવાના છેલ્લા દિવસે સાત અપક્ષ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી

જસદણ વિધાનસભાની ચૂંટણીમાં આજે ઉમેવારીપત્ર પરત ખેંચવાના છેલ્લા દિવસે સાત જેટલા અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. જે બાદ હવે 8 જેટલા ઉમેદવારો વચ્ચે જ ચૂટણીજંગ ખેલાશે.

જસદણમાં વિધાનસભાની ચૂંટણીનો ભારે ગરમાવો છે. 20 ડિસેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈ કેટલાય ડમી ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા હતા પરંતુ આજે ઉમેદવારીપત્રો પરત ખેંચવાના છેલ્લા દિવસે અપક્ષ ઉમેદવારોના 7 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લેતા રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જસદણ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના મળીને 8 ઉમેદવારો વચ્ચે જ ચૂંટણીજંગ ખેલાશે.

ઉમેદવારોના નામ પક્ષ અને જ્ઞાતિ

નામ                    ક્યો પક્ષ       જ્ઞાતિ

1.ભરત જેસા માનકોલીયા            અપક્ષ         કોળી

2.કુવરજી મોહન બાવળીયા           ભાજપ       કોળી

3.નાથાલાલા પુંજાભાઇ ચિત્રોડા      અપક્ષ         દલીત

4.ધરમશી રામજી ઢાયા      વ્યવસ્થા પરિવતૅન પાર્ટી

5.દીનેશ સના પટેલ         નવ ભારત નીર્માણ મંચ   પટેલ

6.અવસર કાનજી નાકીયા             કોગ્રેસ            કોળી

7 મુકેશ મોહન ભેસંજાળીયા         અપક્ષ             કોળી

8 નીરુપાબેન નટવરલાલ માઘુ       અપક્ષ           બ્રમ્હક્ષત્રીય

LEAVE A REPLY