જેતપુર : ATM તોડી ચોરી કરે તે પહેલાં જ પોલીસે કરી ચોરની ધરપકડ

ઘણા સમયથી ગુજરાતમાં ATM તોડીને લૂંટના બાનાવો વધતા જાય છે. ત્યારે જેતપુર પોલીસ અને ATM સિક્યુરિટીની સિસ્ટમ દ્વારા ATM તોડીને લૂંટવા આવેલાં તસ્કરને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો આજે વહેલી સવારે જેતપુર તાલુકાના નવાગઢમાં આવેલ HDFC બેન્કનું ATM તોડવા માટે 3તસ્કરો બુકાની બાંધીને HDFC ATM ઉપર આવ્યા હતા. ATM તોડવાની શરૂઆત કરતાંની સાથે ત્યાં લાગેલી સીકયુરીટી સીસ્ટમ એલર્ટ થઇ ગઇ હતી અને એલાર્મ વાગવા લાગ્યું હતું. સાથે સાથે ATMની સિક્યુરિટી સિસ્ટમ પ્રમાણે તેના મેસેજ ATM સિક્યુરિટી કંપનીમાં ગયા હતા અને ચોર ટ્રેક થયો હતો. જેવા મેસેજ ATM સિક્યુરિટી કંપનીને મળ્યા કે તરત જ ATM સિક્યુરિટી કંપનીએ રાજકોટ જિલ્લા પોલીસ અને જેતપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પાંચ મિનિટના ટુંકા ગાળામાં પોલીસ કાફલો ATM પર પહોંચી ગયો હતો.. જ્યાં એક ચોર ATMનું શટર બંધ કરીને આરામથી ATM તોડી રહયો હતો. જેને જેતપુર સીટી પી.આઈ. અને જેતપુર સીટીના પોલીસ સ્ટાફે તેને પકડી લીધો હતો. પોલીસે પકડેલ ચોર જેતપુરના નવાગઢનો રહેવાસી દિલાવર મિયાં દાદમિયા કાદરી હોવાનું જણાવ્યુ હતું. જયારે ATMની બહાર ઉભેલ અન્ય બે તેના સાથીદારો પોલીસને જોતા જ મોટર સાયકલ ઉપર નાસી છૂટ્યા હતા. હાલ તો પોલીસે ફરાર સાગરિતોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.