Connect Gujarat
ગુજરાત

ઝઘડિયાના રાણીપુરા ગામે બળીયાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર તથા મૂતિ પ્રતિષ્ઠા કરાઇ

ઝઘડિયાના રાણીપુરા ગામે બળીયાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર તથા મૂતિ પ્રતિષ્ઠા કરાઇ
X

બળીયાદેવ, શીતળામાતા અને તથા બાબરવીરની મૂર્તિ પ્રતિષ્ઠાનો બે દિવસીય કાર્યક્રમ

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના ગ્રામજનોના સહયોગ દ્વારા બળીયાદેવ મંદિરનો જીર્ણધ્ધાર તથા બળીદેવની નવીની પ્રતિમા સાથે સાથે શીતળા માતા, બાબરવીરની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠનો બે દિવસીય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

પ્રથમ દિવસે પ્રતિમા સાથે ગામમાં શોભાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તથા બીજા દિવસે સંપૂણ શાસ્ત્રોકત વિધિથી બળીયાદેવ, શીતળામાતા,બાબરવીરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ દિવસે બળીયાદેવ મંદિર ખાતે હવન પણ કરવામાં આવશે. આજરોજ રવિવારે રાણીપુરા ગામમાં શ્રદ્ધાળુઓ દ્વારા વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી અને ભકિતમય માહોલમાં સંપન્ન થઈ હતી.

Next Story
Share it