Connect Gujarat
ગુજરાત

ધી ઝઘડિયા ગૃપ કો.ઓ.મ.સો. લી.ના ભંડારના સેલ્સમેન દ્વારા ૧૩ લખ ઉપરાંતની કરાઇ ઉચાપત!!!

ધી ઝઘડિયા ગૃપ કો.ઓ.મ.સો. લી.ના ભંડારના સેલ્સમેન દ્વારા ૧૩ લખ ઉપરાંતની કરાઇ ઉચાપત!!!
X

ફરિયાદ મંડળી દ્વારા નોંધાવાઈ છે ફરિયાદ

મંડળી દ્વારા રાસાયણીક ખાતર,સિમેન્ટ, ખેતી વિષયક સાધનોનો વેપાર કરવામાં આવતો હતો

ઝઘડિયા ગ્રુપ કો.ઓપરેટીવ મલ્ટીપરપઝ સોસાયટી લી.ના ભંડારના સેલ્સમેન પ્રવિણ પટેલ દ્વારા ૧૩,૩૪,૯૦૮ રૂપિયાની ઉપાપત કરી હોવાની ફરિયાદ સોસાયટીના વર્તમાન ચેરમેન ધર્મેન્દ્રસિંહ પરમાર દ્વારા ઝઘડિયા પોલીસ મથકમાં કરવામાં આવી છે.

સેલ્સમેન દ્વારા ભંડારાના સામાનનું વેચાણ કરી હિસાબી ચોપડાઓ નહીં બનાવી તથા સામાન્ય ખાતાવગી તથા હિસાબમાં ચેકચુક કરેલ હતું. મંડળીના વર્તમાન કંટ્રોલ કમીટી દ્વારા ભંડારનો સ્ટોક ચકાસતા સેલ્સમેન દ્વારા કરાયેલ ગોટાળો બહાર આવ્યો હતો.

ઝઘડિયા ગામની ધી ઝઘડિયા ગ્રુપ કો.ઓપરેટીવ મલ્ટી પરપઝ સોસાયટી લી ૧૯૪૮થી કાર્યરત છે. સોસાયટી દ્રારા સભાસદોને ખેતી વિષયક ધિકરાણ તથા ભંડાર વિભાગમાં રસાયણીક ખાતર, સિમેન્ટ તથા ખેતી વિષયક ચીજવસ્તુનો વેપાર કરવામાં આવે છે. સોસાયટીમાં ૧૯૮૮ની સાલથી સેક્રેટરી તરીકે તખતસિંહ નારસિંહ પરમાર તથા ભંડારમાં પ્રવિણભાઈ બકોર પટેલ સેલ્સમે તરીકે ફરજડ બજાવે છે. વર્તમાન ચેરમેન તરીકે ધર્મેન્દ્રસિંહ પ્રવિણસિંહ પરમાર કાર્યભાર સંભાળે છે.

મંડળીમાં સ્ટાફ કર્મચારીઓની ફરજ જવાબદારી નક્કી કરતા ઠરાવો દર વર્ષે કરવામાં આવતા હોય છે. વર્તમાન કંટ્રોલ કમીટી દ્વારા ૧૨ ઓકટોબર ૨૦૧૭ ના રોજ ભંડારમાં રહેતા માલ સ્ટોક ખાતર વગેરેની તપાસણીની કાર્યવાહી કરેલ હતી અને તપાસ કરતા ભંડાર વિભાગમાં રહેતો માલ સ્ટોક રજીસ્ટર અને સામાન્ય ખાતાવહી તથા ખરીદ બીલ ઉપર હિસાબમાં ચેકચુક કરેલુ ધ્યાને આવેલ હતું.

જેથી રાસાયણીક ખાતર વગેરેની હીસાબી ખતવણી બાકી હોય તપાસણીની કામગીરી કરતા સેલ્સમેન પ્રવિણ પટેલના હસ્તકનો ઉઘડતો સ્ટોક તપાસતા લાખો રૂપિયાનો કિંમતના માલની ઘટ કંટ્રોલ કમીટી દ્વારા આ અંગેનો અહેવાલ વ્યવસ્થાપક કમીટીને વસુલાત માટે જવાબદાર પ્રવણી પટેલ પાસે ખુલાસો માંગવાની ભલામણ કરી હતી. વ્યવસ્થાપક કમીટી દ્વારા સેલ્સમેન પ્રવિણ પટેલને સાથે રાખી માલના સ્ટોકની ફરી ગણતરી કરતા લાખોના કિંમતની માલની ઘટ જણાય આવી હતી અને સેલ્સમેન દ્વારા લેખિતમાં જવાબદારી સ્વીકારી હતી.

સોસાયટી દ્વારા આ સંદર્ભે જિલ્લા રજીસ્ટ્રાને પત્ર લખી સોસાયટીના હિસાબ કિતાબની ઓડિટની માંગણી કરવામાં આવતા ઓડિટર તપાસ કરવામાં આવી હતી. ઓડિટરના રિપોર્ટ મુજબ સામાન્ય શેરા ભાગ –૧માં ભડાર વિભાગના સરવૈયામાં જે સ્ટોક બોલે છે. જે ખરેખર વાસ્તવમાં નથી.જેથી તા. ૩૦/૦૬/૨૦૧૮ની પરિસ્થિતિ મુજબ ધી ઝઘડિયા કો.ઓ.મલ્ટીપરપઝ સોસાયટીના ભંડાર વિભાગના સેલ્સમેન પ્રવિણ બકોર પટેલ દ્વારા રૂપિયા ૧૩,૩૪,૯૮૦ના માલ સ્ટોકની ઉચાપત કરવામાં આવી હોવાનું સ્પષ્ટ થયું હતું.

સોસાયટીના સેલ્સમેન દ્વારા લાખો રૂપિયાના ગોટાળા કરવામાં આવ્યા ત્યાર સુધી જવાબદાર તેના ઉપરી કર્મચારી વ્યવસ્થાપક કમીટીની આંખ જ ખુલી નહી હોય! પંદરથી વધુ વ્યકિતઓની વ્યવસ્થાપક કમીટી તથા સ્ટાફની પીઠ પાછળ એક સેલ્સમેન વ્યકિત લાખોનો ગોટાળો કરતો હોય અને જવાબારોને તેની ગંધ ના આવે તે વાત ગળે ઉતરે એવી નથી.

ખેર જે થયુ તે દેર આયે દુરસ્ત આયે તેમ સમજી સોસાયટીના વર્તમાન ચેરમેન દ્વારા ગતરોજ કંટ્રોલ કમીટીના અહેવાલ તથા ત્યારબાદ ઓડીટરના અહેવાલના આધારે ચેરમે ધર્મેન્દ્રસિંહ પ્રવિણસિંહ પરમાર દ્વારા ધી ઝઘડિયા ગ્રુપ કો.ઓપરેટીવ મલ્ટી પરપઝ સોસાયટીના ૧૯૮૮થી ફરજ બજાવતા સેલ્સમેન પ્રવિણભાઈ બકોરભાઈ પટેલ વિરૂદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં સોસાયટીના વેચાણ કરેલ માલસામાનના ૧૩,૩૪,૯૮૦ રૂપિયાની ઉચાપત કરી હોવાની ફરિયાદ દાખલ કરાવી છે.

Next Story