Connect Gujarat
ગુજરાત

ઝઘડિયાનાં ધારાસભ્ય છોટુ વસાવાના ફાર્મમાં ઘુસ્યો દીપડો, રેસ્ક્યુ માટે વડોદરાથી બોલાવાઈ ટીમ

ઝઘડિયાનાં ધારાસભ્ય છોટુ વસાવાના ફાર્મમાં ઘુસ્યો દીપડો, રેસ્ક્યુ માટે વડોદરાથી બોલાવાઈ ટીમ
X

સ્થાનિક વન વિભાગ પાસે ઈન્જેક્શન થકી બેભાન (ટ્રેક્યુલાઈઝ) કરવાના સાધનો ઉપલબ્ધ ન હોવાથી વડોદરા ટીમની લેવાઈ મદદ

ઝઘડિયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાનાં માલજીપુરા ખાતે આવેલા ફાર્મ હાઉસમાં આજરોજ બપોરનાં સમયે એક દીપડો ઘુસી આવ્યો હતો. જે બાબતની જાણ થતાં ઝઘડિયા વન વિભાગની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. જ્યાં દીપડાને રેસ્ક્યુ કરવા વનવિભાગની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. જોકે ખુલ્લામાં દીપડાને રેસ્યુ કરવો વન વિભાગની ટીમ માટે પણ જોખમી હોવાથી તેને ઈન્જેક્શન થકી બેભાન કરવામાં આવ્યો હતો. બાદમાં તેને રેક્સ્યુ કરી વન વિભાગની ટીમ સલામત સ્થળે લઈ ગઈ હતી. દીપડાને રેસ્ક્યુ કરવા માટે વડોદરાની ટીમની મદદ લેવાઈ હતી.

અત્રે નોંધનીય બાબત એ છે કે, ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા, વાલિયા, નેત્રંગ પંથકમાં દીપડાની હાજરી વર્તાઈ રહી છે. કેટલીક વખત દીપડાને પાંજરૂ ગોઠવીને તેના થકી રેસ્ક્યુ કરવામાં આવે છે. પરંતુ ઈન્જેક્શન થકી બેભાન કરવા માટે ભરૂચ વન વિભાગ પાસે કોઈ પ્રકારની સુવિધા ન હોવાથી વડોદરા ખાતેથી ટીમને બોલાવવાની ફરજ પડી હતી. જેથી સરકારની વિકાસની વાતો વચ્ચે પણ હજી આવા સંજોગોમાં આગ લાગે ત્યારે કૂવો ખોદવો પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ પંથકમાં અવાર નવાર દીપડા દેખા દેવાની ઘટના છતાં તેને રેસ્ક્યુ કરવા માટેની આ આધુનિક સાધન સામગ્રી સ્થાનિક વન વિભાગ પાસે ઉપલબ્ધ ન હોય તેવું સામે આવ્યું હતું.

Next Story