Connect Gujarat
ગુજરાત

ઝઘડીયા : ફલોમેટાલીક ઇન્ડિયા પ્રા.લી ગુજરાત સમિટ ૨૦૧૮માં કરાઇ એક્સિલન્સCSR-2018 એવોર્ડથી સન્માનીત

ઝઘડીયા : ફલોમેટાલીક ઇન્ડિયા પ્રા.લી ગુજરાત સમિટ ૨૦૧૮માં કરાઇ એક્સિલન્સCSR-2018 એવોર્ડથી સન્માનીત
X

કંપની દ્વારા આસપાસનાં ગામોમાં સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ૨૨૪ ટોઈલેટ બનાવવામાં આવ્યા હતા અને માર્ચ ૨૦૧૯ સુધીમાં નવા ૧૫૧ ટોઇલેટ બનાવવાનાં સંકલ્પ કરાયો

ઝઘડીયા ઔદ્યોગિક વસાહત ખાતેની ફલોમેટાલીક ઇન્ડિયા પ્રા.લી દ્વારા આસપાસનાં ગામોમાં સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ૨૨૪ ટોઈલેટ બનાવવામાં આવ્યા હતા અને માર્ચ ૨૦૧૯ સુધીમાં નવા ૧૫૧ ટોઇલેટ બનાવવાનાં સંકલ્પ સાથે આ કાર્યને શરૂ કરવામાં આવ્યું છે, ફલોમેટાલીક ઇન્ડિયા પ્રા.લી ની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવવામાં આવી હતી.

આ ઉપરાંત કંપની દ્વારા ઝઘડીયા તાલુકાનાં તલોદરા ગામમાં કોમ્યુનિટી હોલ અને આંગણવાડીની કંપાઉન્ડ વોલ બનાવવા બદલ ગુજરાત સમિટ ૨૦૧૮ એક્સિલન્સ સીએસઆર ૨૦૧૮ તરફ થી એવોર્ડ આપીને કંપનીને સન્માનિત કરવામાં આવી હતી.

Next Story