Connect Gujarat
Featured

ઝઘડીયા : મહિલા સિકયુરીટી ગાર્ડ પ્લાન્ટમાં જતી હતી રાઉન્ડ મારવા, વાંચો તેની સાથે શું બન્યું

ઝઘડીયા : મહિલા સિકયુરીટી ગાર્ડ પ્લાન્ટમાં જતી હતી રાઉન્ડ મારવા, વાંચો તેની સાથે શું બન્યું
X

ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલી એક કંપનીમાં મહિલા સિકયુરીટી ગાર્ડની કામદાર અવારનવાર છેડતી કરતો હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. બનાવ સંદર્ભમાં પોલીસે આરોપી કામદારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરની મહિલા ઝઘડીયાની એક કંપનીમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. કંપનીમાં નોકરી કરતો ગોવાલી ગામનો કલ્પેશ રોહિત અવારનવાર મહિલાની છેડતી કરતો હતો. મહિલા સિકયુરીટી ગાર્ડ પ્લાન્ટમાં રાઉન્ડ મારવા જતી ત્યારે કલ્પેશ રોહિત તેને ગંદા ઇશારા કરતો હતો. આ ઉપરાંત તે પ્લાન્ટના અન્ય કામદારો સાથે મહિલાની બેઇજજતી થાય તેવી વાત કરતો હતો. કલ્પેશની હરકતોથી ત્રસ્ત બની મહિલાએ આખરે ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story