Connect Gujarat
ગુજરાત

ઝઘડિયાઃ ગુજરાત આંગણવાડી સંગઠનના નેજા હેઠળ મામલતદારને કરાઇ ઉગ્ર રજૂઆત

ઝઘડિયાઃ ગુજરાત આંગણવાડી સંગઠનના નેજા હેઠળ મામલતદારને કરાઇ ઉગ્ર રજૂઆત
X

ચાર દિવસમાં બીલ પાસ ન થાય તો આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી

આંગણવાડી બહેનો દ્વારા માતૃમંડળના બીલો ટીડીઓ પાસ ન કરતા હોવાની આજે આંગણવાડી બહેનોએ ઝઘડિયા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. સાથે જો માતૃમંડળના બાકી રહેલા બીલો ચાર દિવસમાં પાસ ન કરરાય તો આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર આંગણવાડીમાં આવતા બાળકો માટે માતૃ મંડળના લાભાર્થે નાસ્તો બનાવાય છે. જેનો સામાન આંગણવાડી બહેનોએ જાતે જ ખરીદવાનો હોય છે પછી એનું બીલ મુકવાનું હોય છે. છેલ્લા છ માસથી આંગણવાડી બહેનોને બીલ ટીડીઓ આપવા માટે બહાના બતાવે છે.

આંગણવાડી બહેનો દ્વારા દુકાનદાર પાસે ઉધાર સામાન લાવી આંગણવાડીમાં આવતા બાળકોને નાસ્તો આપવામાં આવે છે. કેટલીક આંગણવાડી બહેનોનો ૬ – ૭ માસના પગાર મળ્યા નથી. આંગણવાડી બહેનોને આત્મહત્યા કરવી પડે તેવા દિવસો આવી ગયા છે. આંગણવાડી બહેનોની માંગ ન સ્વીકારય તો ૧ નવેમ્બર ૨૦૧૮થી આંગણવાડી પર નાસ્તો બનાવવાનું કાર્ય બંધ કરી દેશે.

આ અગાઉ પણ બીલના મુદ્દે ટીડીઓ તથા ડીડીઓને રજૂઆત કરી હોવા છતાં પણ તેઓ આંખ આડા કાન કરી રહ્યાં છે. ફકત એક મહિના બીલ મોકલી આપેલ છે હજુ પાંચ મહિનાના બીલો બાકી પડેલા છે. જેને લઈ આંગણવાડી બહેનોઓ ઉપર અધિકારીઓ ખોટા આક્ષેપો કરી રહયા છે જે તદ્દન વાહિયાત હોવાનું આંગણવાડી બહેનો જણાવી રહી છે. સાથે સાથે આંગણવાડી બહેનો દ્વારા માતૃમંડળના બીલો ચાર દિવસમાં પાસ ન કરાય તો મામલતદાર કચેરીએ જ આત્મવિલોપન કરશે અને જેની સંપૂર્ણ જવાબદારી અધિકારીઓની રહેશેની ચિમકી પણ ઉચ્ચારાઇ હતી.

Next Story