ઝઘડિયાઃ બર્થ ડેની ઉજવણીમાં હવામાં ફાયરિંગનો મામલો, પોલીસે નોંધી ફરિયાદ

1020

ઝઘડિયા તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખનાં પુત્રએ પોતાની બર્થ ડેમાં હવામાં ફાયરિંગ કર્યાનો વીડિયો વાયરલ થયો હતો.

ઝઘડિયા તાલુકા પંચાયતનાં પુત્રએ પોતાનાં જન્મ દિવસની ઉજવણીમાં ઉત્સાહમાં આવી અન્ય લોકોનાં જીવને જોખમાય તે રીતે હવામાં ફાયરિંગ કરતાં આખરે તેની સામે પોલીસે ગુનો નોંધ્યો છે. જેમાં હવામાં પાયરિંગ કરનારે પોતાનાં ફાર્મ હાઉસ ઉપર મધરાતે પોતાનાં મિત્રો સાથે બર્થ ડેની ઉજવણીમાં હવામાં કરેલા ફાયરિંગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઘટનાની મળગી વિગતો મુજબ ઝઘડિયા તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખ પ્રકાશ દેશાઈનાં પુત્ર પ્રિયાંક દેસાઈની તારીખ 4 નવેમ્બરનાં રોજ રવિવારે જન્મ દિવસ હતો. જેની આગલી રાત્રે પોતાનાં રાયસિંગપુરા ખાતે આવેલા ફાર્મ હાઉસ ખાતે મિત્રો સાથે મધરાતે જન્મ દિવસની ઉજવણી કરી હતી. આ દરમિયાન પ્રિયાંક દેસાઈએ પોતાનાં હાથમાં રહેલા પિસ્તોલ જેવા સાધનથી હવામાં સાત રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ સમગ્ર વીડિયો સોશિયલ મીડિયમાં વાયરલ થયો હતો. જે બાબતની ગંભીરતા લઈ ઉમલ્લા પોલીસ હરકતમાં આવી હતી. આખરે ઉમલ્લા પોલીસે સ્થળ મુલાકાત લઈ સમગ્ર મામલે ફરિયાદ નોંધી હતી. જેમાં અન્ય લોકોનાં જીવને જોખમમાં મુકી પિસ્તોલ જેવા હથિયારથી હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવા બાબતે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. જેમાં ઉમલ્લા પોલીસ મથકનાં પીએસઆઈ જે.બી. તપાસ ચલાવી રહ્યા છે.

LEAVE A REPLY