Connect Gujarat
Featured

ઝઘડીયા : નાયબ કલેક્ટરની કાર અને કોન્સ્ટેબલની બાઇક વચ્ચે અકસ્માત

ઝઘડીયા : નાયબ કલેક્ટરની કાર અને કોન્સ્ટેબલની બાઇક વચ્ચે અકસ્માત
X

ભરૂચ જિલ્લાના ઝઘડિયાના નાયબ કલેકટરની સરકારી ગાડી અને એક બાઈક વચ્ચે અકસ્માત થતાં બાઇક સવાર પિતા પુત્રને ઇજાઓ થઇ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજપારડી પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પ્રવીણ ભાઈ ચંદુભાઇ તડવીની તબિયત બગડતા તેમનો પુત્ર તેમને બાઈક ઉપર બેસાડીને રાજપારડીથી અંકલેશ્વર સારવાર માટે લઇ જતો હતો.આ સમયે ઝઘડિયાના નાયબ કલેકટર પોતાના સરકારી વાહનમાં જઇ રહ્યા હતા. સરકારી સુમો ગાડીના ડ્રાઇવરે વાહન રોંગ સાઇડ હંકારીને યુ ટર્ન લેતા ખડોલી ગામ નજીક સામેથી બાઈક પર આવતા આ પિતા પુત્રની બાઇકને જોરદાર ટક્કર વાગી હતી. બાઈક સવાર‌ વિરાજભાઇ તડવી અને પાછળ બેઠેલા તેના પિતા પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવિણભાઇ તડવીને આ અકસ્માતમાં ઈજાઓ પહોંચી હતી.

બાદમાં નાયબ કલેકટર ઇજાગ્રસ્ત પોલીસ કોન્સ્ટેબલને તેમના વાહનમાં અવિધા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઇ ગયા હતા. અકસ્માતમાં કોન્સ્ટેબલના પુત્રને પણ ઈજા થઇ હતી.અને મોટરસાયકલ પર પાછળ બેઠેલ કોન્સ્ટેબલ પ્રવિણભાઇને શરીરના અન્ય ભાગો પર ઈજાઓ થઇ હતી. અકસ્માતમાં પ્રવિણભાઇ તડવીને ડાબા પગના ભાગે ફેક્ચર થયું હતું. અકસ્માતને પગલે પોલીસ કોન્સ્ટેબલના પુત્ર વિરાજભાઇ તડવી એ ઝઘડિયા નાયબ કલેકટરની સરકારી ગાડીના ચાલક વિરુદ્ધ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Next Story