Connect Gujarat
Featured

ઝઘડીયામાં ગેરકાયદે હેરાફેરી કરાઇ રહેલાં 14 પશુઓને બચાવી લેવાયાં

ઝઘડીયામાં ગેરકાયદે હેરાફેરી કરાઇ રહેલાં 14 પશુઓને બચાવી લેવાયાં
X

ઝઘડીયા નજીક પોલીસે ૧૪ પશુઓ ભરીને જઇ રહેલી એક ટ્રક ઝડપીને ડ્રાઇવરની અટકાયત કરી છે. ટ્રક ડ્રાયવર પાસે પશુઓની હેરાફેરી માટે કોઇ પણ સક્ષમ અધિકારીની પરવાનગી ન મળી આવતાં તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ગઇકાલે ઝઘડીયા પોલીસે વોચ તપાસ દરમિયાન ઝઘડીયા મિશન શાળા પાસેથી પસાર થતી એક ટ્રક શંકાસ્પદ જણાતા તેને અટકાવી હતી. ટ્રકની તલાશી લેવામાં આવતાં અંદર ભેંસો અને ભેંસના પાડિયા ખીચોખીચ દોરી વડે બાંધીને લઇ જવાતા જણાયા હતાં. પશુઓને ખાવા માટે ઘાસચારો કે પાણીની સગવડ હતી નહિ.

આ પશુઓ કોઇ સક્ષમ અધિકારીના પ્રમાણપત્ર વિના ગેરકાયદેસર રીતે હેરાફેરી કરાતા હોવાનું જણાતા પોલીસે પશુઓ ભરેલ ટ્રકનો કબજો લીધો હતો. પશુઓની હેરાફેરી કરવા અંગેના સરકારી નિયમનો ભંગ જણાતા પોલીસે ટ્રકમાં ભરીને ગેરકાયદેસર રીતે લઇ જવાતા કુલ ૧૪ પશુઓ અને ટ્રક મળીને કુલ રુ.૯,૧૨,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. ટ્રક ડ્રાઇવર અને પાલેજના રહેવાસી કાસમભાઇ ઇસ્માઇલ મન્સુરીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Next Story
Share it