Connect Gujarat
દેશ

ઝારખંડ વિધાનસભા: હેમંત સોરેનના માથે ઝારખંડનો “તાજ”, JMM-કોંગ્રેસ ગઠબંધનના હાથે ભાજપનો સફાયો

ઝારખંડ વિધાનસભા: હેમંત સોરેનના માથે ઝારખંડનો “તાજ”, JMM-કોંગ્રેસ ગઠબંધનના હાથે ભાજપનો સફાયો
X

ઝારખંડ વિધાનસભાની

ચૂંટણીમાં હેમંત સોરેને શાસક ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ને પરાજિત કરી અને બીજી

વખત મુખ્ય પ્રધાન બનવાનો રસ્તો સાફ કરી દીધો, જ્યારે રઘુવરદાસનું સતત

બીજી વખત મુખ્યમંત્રી બનવાનું સ્વપ્ન તૂટી ગયું. ઝારખંડની ચૂંટણી 2019 માં શાસક ભાજપને માત્ર 25 બેઠકોથી સંતોષ માનવો

પડ્યો છે.

બીજેપીનું સતત બીજી વાર સરકાર બનાવવાનું સપનું તૂટ્યું

ઝારખંડમાં, શિબૂ સોરેનના પુત્ર હેમંત

સોરેને વિધાનસભાની ચૂંટણીમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ને હરાવીને બીજી

વખત મુખ્ય પ્રધાન બનવાનો માર્ગ સ્પષ્ટ કરી લીધો છે, અને રઘુવરદાસનું સતત બીજી વખત મુખ્યમંત્રી

બનવાનું સ્વપ્ન કારમી હારથી તૂટી ગયું. હેમંત સોરેનની આગેવાનીવાળી ગઠબંધને 81-સભ્યોવાળી રાજ્ય વિધાનસભામાં સંપૂર્ણ બહુમત

મેળવ્યો છે.

ભારતીય જનતા પાર્ટીએ વડા

પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહના હિંમતભર્યા નિર્ણય અને મોદીની

છબીના જોરે ઝારખંડમાં સતત બીજી ચૂંટણી જીતવાનું સ્વપ્ન જોયું હતું, પરંતુ આ વખતે મોદી-શાહની જોડીના લાખ પ્રયાસો છતાં જીત તેમના ખાતામાં ન ગઈ.

81 સદસ્યોની વિધાનસભાની ચૂંટણીમાં અંતિમ પરિણામ જમશેદપુર પૂર્વથી આવ્યું, જેમાં મુખ્યમંત્રી રઘુવરદાસ ચૂંટણી હારી ગયા. 80 બેઠકોના પરિણામો પહેલા આવ્યા, પરંતુ આ હાઈપ્રોફાઈલ બેઠક

પર ચૂંટણીના પરિણામો આવવામાં સમય લાગ્યો. રઘુવરદાસને 15833 મતોના અંતરે હારનો સામનો કરવો પડ્યો

હતો.

ભાજપ 37 થી 25 બેઠકો પર સમેટાઇ

ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં

ભારતીય જનતા પાર્ટીને માત્ર 25 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે.

છેલ્લી વખત 2014ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 72 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 37 બેઠકો પર જીત મેળવી હતી.

ઝારખંડ મુક્તિ મોરચાએ એકલા હાથે જ 30 બેઠકો

પર જીત મેળવી અને રાજ્યની

સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી, જોકે JMM, ભાજપની જેમ, એક જ પક્ષ તરીકે બહુમતી

મેળવવાના સપનાને પરિપૂર્ણ કરી શકી નહીં. જેએમએમના સાથી દળ કોંગ્રેસ પાર્ટીને 16 અને

રાષ્ટ્રીય જનતા દળને 1 બેઠક પર જીત હાંસિલ થઈ.

રાજ્યના આ 3 મોટા પક્ષો સિવાય ભાજપથી અલગ થઈ ચૂકેલા અને ચૂંટણી લડનારા ઓલ ઝારખંડ

સ્ટુડન્ટ યુનિયન (એજેએસયુ) ને 2 બેઠકો જીતીને જ પોતાને સંતોષ માનવો પડ્યો હતો. જ્યારે

2014માં આજસૂએ 8 બેઠકો વિધાનસભા બેઠકો પર લડી 5 બેઠકો જીતી હતી. CPIM, રાષ્ટ્રીય જનતા દળ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ

પાર્ટી 1-1 બેઠકો પર જીત મેળવી શક્યા. જ્યારે પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડીની

પાર્ટી ઝારખંડ વિકાસ મોરચાએ પણ ફક્ત 3 બેઠકો પર જીત મેળવી છે.

70 હજાર મતોથી જીતનાર મુખ્યમંત્રી આ વખતે હાર્યા.

રઘુવરદાસની સત્તાને ઉખાડી

ફેંકવા ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) એ કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)

સાથે ગઠબંધન કર્યું અને ભારતીય

જનતા પાર્ટીને પડકાર આપ્યો અને

માત્ર પડકાર આપ્યો જ નહીં પણ જોરદાર જીત પણ હાંસલ કરી.

હેમંત સોરેનની જીત એવી હતી કે ખુદ મુખ્યમંત્રી રઘુવરદાસ પણ તેમની ચૂંટણી હારી ગયા. એટલું જ નહીં ચૂંટણીમાં લગભગ 5 પ્રધાનો પણ હારી ગયા.

મુખ્ય પ્રધાન રઘુવરદાસ પોતાની

પાર્ટીના જ બળવાખોર નેતા સરયુ રાયના હાથે જમશેદપુર પૂર્વથી હારી ગયા. આ બેઠક રઘુવરદાસ માટે સલામત

બેઠક જેવી હતી, કેમ કે તેમણે અહીંથી 5 વખત ચૂંટણી જીતી હતી. આ ઉપરાંત, ગત ચૂંટણીમાં તેમણે 70,157 મતોના અંતરથી જીત મેળવી હતી, જે 2014ની ચૂંટણીમાં સૌથી મોટી હાર જીત હતી. 1995થી જ તેઓ આ બેઠક જીતતા આવ્યા છે.

Next Story