Connect Gujarat
દેશ

ઝારખંડનો સૌથી મોટો કરદાતા બન્યો ઈન્ડિયન ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન એમએસ ધોની

ઝારખંડનો સૌથી મોટો કરદાતા બન્યો ઈન્ડિયન ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન એમએસ ધોની
X

ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન એમએસ ધોની એકાદ મહિનાથી ક્રિકેટના મેદાન ઉપર નથી જોવા મળ્યો. ક્રિકેટ, ફૂટબોલ અને શૂટિંગ બાદ હવે ધોનીએ રાંચીમાં લૉન ટેનિસમાં પોતાનો હાથ અજમાવ્યો છે જેથી તેમાં વ્યસ્ત જણાઈ રહ્યો છે. જોકે એક ખાસ બાબત માટે હવે તે ચર્ચામાં આવ્યો છે. ઝારખંડમાં વ્યક્તિગત રીતે સૌથી વધુ ટેક્સ ભરનાર વ્યક્તિ તરીકે એમએસ ધોનીનું નામ સામે આવ્યું છે. ધોનીએ વર્ષ 2017-18નાં વર્ષ માટે રૂપિયા 57.04 કરોડનો ટેક્સ ભર્યો હતો.

મહેન્દ્રસિંહ ધોનીએ 2017-18માં 57.04 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો છે. આયકર વિભાગે આયકર મંથન 2018 કાર્યક્રમમાં સૌથી વધુ ટેક્સ ભરનારા નવ લોકોને સન્માનિત કર્યા હતા. સાથે જ વિભાગે ઉત્કૃષ્ટ કામ કરનારા 75 અધિકારી અને કર્મચારીઓનું પણ સન્માન કર્યુ હતું. આ કાર્યક્રમમાં ધોની હાજર ન હતો. તે ક્રિકેટ કંટ્રી ક્લબ ટેનિસ ટૂર્નામેન્ટ રમવા મુંબઇ ગયો હતો. ટેક્સ આપવા મામલે બીજા નંબર પર રાંચીના બિઝનેસમેન નંદકિશોર અને ત્રીજા નંબરે અન્ય એક બિઝનેસમેન શંકર પ્રસાદ છે.

Next Story