Connect Gujarat

J&K : બડગામમાં સેના અને આતંકી વચ્ચે થઈ અથડામણ, એક આતંકી ઠાર

J&K : બડગામમાં સેના અને આતંકી વચ્ચે થઈ અથડામણ, એક આતંકી ઠાર
X

જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં સુરક્ષાદળોને મોટી સફળતા હાથ લાગી છે. આતંકીઓ સાથે અથડામણમાં સેનાના જવાનોએ એક આતંકીને ઠાર માર્યો છે. અભિયાન હાલમાં પણ ચાલું છે. હજુ પણ બે આતંકીઓ છુપાયા હોવાની ગુપ્ત જાણકારી સેના પાસે છે.

પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓ હોવાની ગુપ્ત જાણકારી મળ્યા બાદ સુરક્ષા દળોએ રવિવારે સવારે મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના બુગામ વિસ્તારમાં ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું. તેઓએ જણાવ્યું કે સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સેના પર ફાયરિંગ શરુ કરી દીધું હતું. ત્યાર બાદ જવાબી કાર્યવાહી બાદ અથડામણ શરૂ થઈ ગઈ.

Next Story
Share it