જમ્મુ કાશ્મીરના શોપિંયામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં સેનાને મોટી સફળતા હાથ લાગી છે. સુરક્ષાદળના જવાનોને બે આતંકીઓને ઠાર કર્યા છે. હજુ પણ અહીં બે આતંકી છુપાયો હોવાની આશંકા છે. અથડામણ ત્યારે થઈ જ્યારે બાતમીના આધારે સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું.

સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધી હતી. તેની જવાબી કાર્યવાહીમાં સેનાના જવાનોએ બે આતંકીઓનો ખાતમો બોલાવ્યો હતો. સુરક્ષાદળે તે વિસ્તારની ઘેરાબંદી કરી લીધી છે. હજુ પણ બેથી ત્રણ આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે. આતંકીઓ તરફથી હજુ પણ સતત ગોળીબાર થઈ રહી છે.

LEAVE A REPLY