Connect Gujarat

J&K : શોપિયામાં સેના અને આતંકીઓ વચ્ચે થઈ અથડામણ, બે આતંકીઑને ઠાર માર્યા

J&K : શોપિયામાં સેના અને આતંકીઓ વચ્ચે થઈ અથડામણ, બે આતંકીઑને ઠાર માર્યા
X

જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં રવિવારે સવારે આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા હતા.જાણકારી મળી હતી કે , દક્ષિણ કાશ્મીરના દરમદોરા વિસ્તારમાં અથડામણ દરમિયાન સેનાએ આતંકવાદીઓની ઘેરાબંદી કરી હતી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે સેનાએ કીગમ વિસ્તારમાં આતંકીઓનાં ઠેકાણેને ઉડાવી દીધો છે. જો કે આ વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે., આ પહેલાં બારામૂલા વિસ્તારમાં શનિવારે સેના સાથેની અથડામણમાં જૈશ-એ-મોહમ્મદનો એક આતંકવાદી ઠાર મરાયો હતો. બારામૂલા જિલ્લાના ઉરી ક્ષેત્રના બોનિયાર વિસ્તારમાં ઠાર મરાયેલ આતંકવાદી લુકમાન હોવાનું સામે આવ્યું છે.

Next Story
Share it